નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે જામિયાની વિદ્યાર્થીની સફુરા જરગરને જામીન આપી દીધા છે, સફુરા જરગર પર રાજધાની દિલ્હીમાં હિંસા ભાડકાવવાનો આરોપ છે. આ સંબંધિત એક કેસમાં સફુરાને જેલ થઈ હતી.
મહત્વનું છે કે, સફુરાની 10 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જે તિહાર જેલમાં બંધ હતી. હાલ સફુરા હાલ ગર્ભવતી હોવાથી કોર્ટે માનવતાને ધ્યાનમાં રાખી જામીન આપ્યાં છે. કોર્ટે સફુરાને લગભગ 2 મહિના માટે જામીન આપ્યાં છે. કોર્ટે સફુરાને ઓછામાં ઓછા 15 દિવસમાં એકવાર ફોન દ્વારા તપાસ અધિકારી સાથે સંપર્ક સાધવાનો આદેશ કર્યો છે.
કોર્ટે નિર્દેશ કરતા કહ્યું કે, હવે એવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ ન થવું. જે કેસની તપાસમાં અડચણ લાવે. કોર્ટે કહ્યું કે, સફુરા દિલ્હીની બહાર નહીં જઇ શકે. આ માટે પહેલા પરવાનગી લેવી પડશે. આ સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા સરકાર તરથી ઉપસ્થિત રહ્યાં હતાં, જો કે, માનવતાના ધોરણે સફુરાને જામીન આપવાનો વિરોધ કર્યો નહોતો.
કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, જામીન અવધિ દરમિયાન સફુરા જરગરને દિલ્હી છોડવું જોઈએ નહીં. આ અંગે જામિયાના વિદ્યાર્થી વતી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ નિત્ય રામકૃષ્ણને કહ્યું કે, સફુરાને ડોક્ટરની સલાહ લેવા માટે ફરીદાબાદ જવું પડી શકે છે. આ કેસમાં કેન્દ્રની મંજૂરી લઈને જસ્ટિસ રાજીવ શાખાધરની ખંડપીઠે સફુરા જરગરને 10,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર શરતી જામીન આપી દીધા છે.
તમને જણાવી દઈએ કે, સફુરા જરગરને ફેબ્રુઆરીમાં CAA અને NRCના મુદ્દે દિલ્હી હિંસા કેસ હેઠળ કથિત ભૂમિકા બદલ યુએપીએ એક્ટને આધારે પોલીસે ધરપકડ કરી હતી, ત્યારબાદ સફુરા સ્વગર્ભા હોવાથી આધાર નીચલી અદાલતમાં જામીન અરજી કરી હતી.