ઉલ્લેખનીય છે કે, કમલ હસને નાથૂરામ ગોડસેને પહેલો હિંદુ આતંકવાદી કરાર આપ્યો હતો. તેમના આ નિવેદનને લઇને રાજકીય ચર્ચાઓ ઉભી થઇ ગઇ છે. અને હવે સાધ્વી પ્રજ્ઞાએ આ નિવેદન પર પ્રતિક્રીયા આપીને આ વાતને વધુ આગળ વધારી છે, આ પહેલા પણ નથૂરામ ગોડસે પર વિવાદ થઇ ચૂક્યા છે.
નથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ ગોડસેને ફાંસીની સજા ફટકરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર પણ માલેગાંવ બ્લાસ્ટમાં શામેલ હોવાનો આરોપ છે. સાધ્વી પ્રજ્ઞા BJP તરફથી કોંગ્રેસના દિગ્વીજય સિંહ સામે ભોપાલથી ચૂંટણી લડવાની છે.
ભોપાલ લોકસભા સીટ પર BJPની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વીજય સિંહ વચ્ચે સીધો જંગ છે. આ સીટ પરથી કુલ 30 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 12મે ના રોજ ભોપાલમાં મતદાન થયુ હતું.