ઉતરાખંડઃ વિશ્વવિખ્યાત અંગ્રેજી લેખક અને બાળકોના પ્રિય પદ્મશ્રી, પદ્મભૂષણ રસ્કિન બોન્ડે મસૂરીમાં તેમનો 86મો જન્મદિવસ ઉજવ્યો હતો. લંઢોર વિસ્તારમાં રસ્કિન બોન્ડે તેમનો જન્મદિવસ પરિવારના સભ્યો સાથે ખૂબ જ સરળ રીતે ઉજવ્યો. તેમના જન્મદિવસ પ્રસંગે તેમણે 'મિરેકલ એટ હેપ્પી માર્કેટ' પુસ્તક પોતાના ચાહકોને સમર્પિત કર્યું છે. આ પુસ્તક મસૂરીમાં જૂના ટિહરી બસ સ્ટેન્ડના આધારે લખાયેલું છે.
આ સાથે, સોંગ ઑફ ઇન્ડિયા નામનું એક પુસ્તક પણ યુવા ગાયકોને પ્રોત્સાહિત કરવા માટે લખાયું છે. રસ્કિન બોન્ડના પૌત્ર રાકેશના જણાવ્યા મુજબ, દાદાએ જન્મદિવસ ખૂબ સાદાઈથી ઉજવ્યો હતો. આ દરમિયાન રસ્કિન બોન્ડે વીડિયો રજૂ કરીને તેમના ચાહકોનો આભાર પણ માન્યો છે.