નવી દિલ્હીમાં RSSના એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદથી પ્રભાવિત વિસ્તારમાં જોઈએ તો કાશ્મીર ઘાટીમાં અનેક ઐતિહાસિક મંદિર વેરાન પડ્યા છે. તેથી હિન્દુ હવે તેનો જીર્ણોદ્ધાર કરવા ઈચ્છે છે. જેમાં જોઈએ તો ખીર ભવાની દેવીનું મંદિરમાં ગત મહિને તહેવારમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોની ભીડ એકઠી થઈ હતી. જેના માટે રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ શ્રીનગરથી 25 કિમી દૂર મંદિરમાં કાશ્મીરી પંડિતો માટે રોકાવાની ખાસ વ્યવસ્થા પણ કરાવી આપી હતી.
RSSના પ્રચારકના જણાવ્યા અનુસાર અહીં ફક્ત તેનો જીર્ણોદ્ધારની સાથે સાથે રાજ્યમાં આવેલા મંદિરો માટે RSS દ્વારા વાર્ષિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જમ્મુથી 40 કિમી દૂર દેવિકા નદીના કિનારે આવેલું પવિત્ર સ્થળ છે, અહીં ક્યારેક સંસ્કૃત ભાષાનું અધ્યયન કેન્દ્ર પણ હતું, જેની ઘણા સમયથી અપેક્ષા કરવામાં આવી રહી છે. તેથી તેના પુનરુદ્ધાર માટે એક ટ્ર્સ્ટની પણ રચના કરવામાં આવી છે.
સરહદી વિસ્તાર તથા શ્રીનગરથી દૂર રહેનારા અલ્પસંખ્યકોને મુખ્યધારામાં લાવવા માટે RSS નેતાઓએ એક વ્યાપક યોજના પણ શરૂ કરી છે, જેનું નામ છે એકલ વિદ્યાલય.
RSS એક ખાસ યોજના અંતર્ગત શિક્ષકો તૈયાર કરી જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ તથા કારગીલ વિસ્તારમાં લગભગ 6000 શિક્ષકો ત્યાં તેમની યોજના પર ફોકસ કરશે, ઉપરાંત સરહદી વિસ્તારમાં LOC પાસે રહેતા મુસ્લિમો પર પણ ફોકસ કરવાનું લક્ષ્ય છે.
RSSના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સરહદી વિસ્તારમાં ગોળીબારના કારણે ખાસ્સો પ્રભાવિત થયેલો વિસ્તાર છે. જેને લઈ લોકોને પ્રવાસ, શિક્ષણ, સ્વાસ્થ્યમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.આ મુદ્દોઓથી લડવાના પ્રયાસો થઈ રહ્યા છે. શરૂઆતમાં 701 ગામડામાંથી 457 ગામડાનો સર્વે કરવામાં આવ્યો છે. એક પ્રકારના ઉદ્દેશ્યો ધરાવતી સંસ્થાઓ સાથે મળી અહીં વિકાસ કરવા માટે એક સમિતીની પણ રચના કરવામાં આવી છે.
રાજ્યમાં વિધાનસભા વિસ્તારના પરિસીમનના મુદ્દા પર RSSના મુખ્ય કાર્યકારી નેતાઓએ પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલાના કામનો હંમેશા વિરોધ કર્યો છે. ફારુક અબ્દુલાએ લોક પ્રતિનિધિ કાયદો 1975માં સંશોધન કરી પરિસીમનને 2026 સુધી રોકી દીધું છે.
RSS અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે એ વાતમાં માનીએ છીએ કે, સંખ્યાન આધારે જમ્મુમાં વધારે વિધાનસભા સીટ હોવી જોઈએ. અમને વિશ્વાસ છે કે, સરકાર તેમની માંગ પર વિચાર કરશે.