તેઓએ બધા જ પક્ષોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિવાદની પુર્ણાહુતીની દિશામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના રુપે એકબીજાના વિવાદને પુરી કરનારી પહલ સરકાર તરફથી થશે, તેવો અમને વિશ્વાસ છે.
જણાવી દઇએ કે વિવાદીત કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નિર્ણય વિવાદિત જમીન પર રામલલાના હકમાં સંભળાવ્યો છે. નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર વિવાદિત સ્થળ પર બનશે અને મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન અલગથી ફાળવવામાં આવી છે.
કોર્ટે કહ્યું કે 2.77 એકર જમીન કેન્દ્ર સરકાર હેઠળ રહેશે. કેન્દ્ર અને ઉતર પ્રદેશ સરકારને મંદિર બનાવવા ત્રણ મહીનામાં એક ટ્ર્સ્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્ચો છે.
સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચએ નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડના દાવાઓને નકાર્યા, પરંતુ સાથે જ તેને કહ્યું કે નિર્મોહી અખાડેને ટ્ર્સ્ટમાં જગ્યા આપવામાં આવશે.