ETV Bharat / bharat

રામમંદિર અંગેના ચુકાદા પહેલા RSSની મુસ્લિમ બુદ્વિજીવિઓ સાથે બેઠક

author img

By

Published : Nov 2, 2019, 7:28 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાઓએ અયોધ્યા કેસમાં કોર્ટના સંભવિત ચુકાદા પહેલા શુક્રવારે ભાજપના કેટલાક મુસ્લિમ નેતાઓ અને બુદ્વિજીવીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે ચુકાદા બાદ શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા સહયોગ આપવાની અપીલ કરી હતી.

રામમંદિર અંગેના ચુકાદા પહેલા RSSની મુસ્લિમ બુદ્વિજીવિઓ સાથે બેઠક

શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં આરએસએસના વરિષ્ઠ પદાધિકારી કૃષ્ણ ગોપાલ, ઈંદ્રેશકુમાર, કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી, ભાજપા નેતા શાહનવાજ હુસૈન, ઝફર ઈસ્લામ, શાઝિયા ઈલ્મી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત મૌલાના આઝાદ ઉર્દુ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ ફિરોઝ બખ્ત અહમદ અને અન્ય કેટલાક મુસ્લિમ બુદ્વિજીવીઓ પણ હાજર રહ્યા હતાં.

આ બેઠકમાં ફિરોઝ બખ્ત અહમદે કહ્યું હતું કે, ' મુસ્લિમ સમુદાય તરફથી ઘણીવાર એવું કહેવાયુ છે કે, જે પણ નિર્ણય આવે તેની સ્વીકારીશુ. ક્યાંય પણ ખોટુ ન થાય તેવા પ્રયાસો કરાશે'

મુસ્લિમ સમાજના બુદ્વિજીવીઓને અપીલ કરાઈ છે કે એવો માહોલ બનાવવામાં, મદદ કરવામાં જેમાં દરેક લોકો અદાલતના ચુકાદાને સ્વીકારે. આરએસએસએ પણ કહ્યું હતું કે, અયોધ્યા મામલામાં કોર્ટનો જે પણ નિર્ણય હોય તેનો ખુલ્લા મનથી સ્વીકાર કરવામાં આવે.

RSSએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, ' આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ અંગે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આવે તેવી શક્યતા છે. નિર્ણય જે પણ આવે તેનો સ્વીકાર કરીને દેશમાં સૌહાર્દ પૂર્ણ વાતાવરણ રહેવું જોઈએ'

ઉચ્ચત્તમ ન્યાયાલયમાં અયોધ્યા મામલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જ્જોની બેંચે 40 દિવસ સુધી સતત સુનાવણી કરીને ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે. જેને થોડા દિવસોમાં સંભળાવવામાં આવશે.

પાંચ ન્યાયાધિશોની આ બેંચમાં એસ એ બોબડે, ધનંજય ચંદ્રવૂડ, અશોક ભૂષણ, અબ્દુલ નજીરનો પણ સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.