મધ્યપ્રદેશ: ઉજ્જૈન ATF દ્વારા આજે ભારતની આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડનારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ATFને મળેલી બાતમીના આધારે, ઈન્દોરથી ઉજ્જૈનમાં નકલી નોટ સપ્લાય કરનારા બે લોકો થોડી વારમાં નાનખેડા બસ સ્ટેન્ડ પર પહોંચશે. માહિતી આધારે, ATFએ ઈન્દોરથી આવતા સુનિલ અને શ્રીરામ ગુપ્તા નામના આરોપીને 9 લાખની નકલી નોટ સાથે ધરપકડ કરી હતી.
જપ્ત કરેલી દરેક નોટ 2000ની હતી, તે જ બે આરોપીઓ ઉજ્જૈનના નાનખેડામાં નકલી નોટ ખરીદવા આવતા હતા. તેમાંથી એકનું નામ કિરણ અને બીજો આનંદ નામનો આરોપી હોવાનું જણવા મળ્યું હતું. આ બંને પાસે પણ 10 લાખની નકલી નોટ જપ્ત કરી છે. આરોપી સુનીલ અને શ્રીરામ બંને નકલી નોટ છાપતા હતા અને તેઓ મૂળ બુરહાનપુર અને બડવાનીના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેઓએ ઈન્દોરના કૃષ્ણ કુંજ કોલોનીમાં એક મકાન ભાડે લીધું હતું અને નકલી નોટ છાપતા હતા. પોલીસે તેના ઈન્દોરના ઘરમાંથી નોટ બનાવતી અન્ય સામગ્રી જપ્ત કરી છે.