નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલ્વે પ્રોટેક્શન સ્પેશ્યલ ફોર્સના બે જવાનો કોરોનાથી સંક્રમિત છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને ઝજ્જરમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
બંને સૈનિકો નવી દિલ્હીમાં તૈનાત હતા. કુલ 16 લોકો હતા જે તેમના સંપર્કમાં આવ્યા હતાં. હાલ તે બઘાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
દિલ્હી ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમાન્ડન્ટ એએન ઝાએ જણાવ્યું હતું કે, બંને સૈનિકોને શરૂઆતમાં ઉધરસ અને તાવની ફરિયાદ હતી. તેમને પહેલા સેન્ટ્રલ હોસ્પિટલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરપીએફ જવાન નવી દિલ્હી સ્ટેશન પર તહેનાત હતો જ્યારે આરપીએફ જવાનની ફરજ પણ આ વિસ્તારમાં હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે આરપીએફ જવાનોના સંપર્કમાં 7 લોકો આવ્યા હતા જ્યારે આરપીએસએફ જવાનોના સંપર્કમાં આવેલા 9 લોકોને હાલ તકેદારી રાખવામાં આવી છે. ઝાએ કહ્યું કે બંને સ્વસ્થ થઈ રહ્યા છે. આમ, રેલવે વિભાગમાં કોરોના કેસ નોધાવવાથી નવી દિલ્હી સ્ટેશન પર ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.