શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાએ બરફમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષીત બહાર કાઢ્યા હતાં. સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે, 'આર્મી રોમિયો ફોર્સના જવાનોએ ખરાબ બરફવર્ષા અને વરસાદમાં ફસાયેલા મુસાફરોને બચાવ્યા હતાં. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે મુસાફરોના વાહનો આ બરફવર્ષા વચ્ચે ફસાયેલા હતાં. સુચના મળતાની સાથે જ હાજર પોલીસ કર્મી અને સેનાના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી લોકોને બચાવ્યા હતાં.