આ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં રોહિત શર્માએ બીજીવાર સદી ફટકારી છે. આ પહેલા તેમણે સાઉથ આફ્રિકા સામે 122 રન કર્યા હતા. પાકિસ્તાન સામે રોહિતે પોતાની સદી 85 બોલમાં પૂરી કરી છે. આ દરમિયાન તેમણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે.
આ સાથે જ રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધારે સદી ફટકારવાના મામલામાં સુનીલ ગાવસ્કરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગાવસ્કરે વર્ષ 1987ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે નાગપુરમાં 85 બોલમાં સદી ફટકારી હતી.વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ વીરેન્દ્ર સહેવાગના નામ પર છે. સહેવાગે વર્ષ 2007ના વર્લ્ડ કપમાં બરમૂડા વિરૂદ્ધ 81 બોલમાં સદી ફટકારી હતી.
વર્લ્ડ કપમાં રોહિત શર્માની આ ત્રીજી સદી છે. આ પહેલા તેમણે આ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે અને વર્ષ 2015ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ મેચમાં રોહિત શર્માએ 113 બોલમાં 140 રન બનાવી બહાર થયા હતા. આ દરમિયાન તેમણે 14 ચોગ્ગ અને 3 છગ્ગા માર્યા હતા. તો બીજી બાજુ વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો રોહિત શર્મા ભારત માટે સૌથી વધારે સદી ફટકારના ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાન પર આવે છે.
ભારત માટે સૌથી વધુ વન ડે સદી ફટકારનાર ખેલાડી..
- 49 સચિન તેંડુલકર
- 41વિરાટ કોહલી
- 24 રોહિત શર્મા
- 22 સૌરવ ગાંગુલી
- 16 શિખર ધવન
- 15 વીરેન્દ્ર સહેવાગ