નવી દિલ્હી: રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિએ સબ ઈન્સ્પેક્ટરના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સબ-ઇન્સ્પેક્ટર પ્રીતિ દિલ્હીના રોહિણી ઇસ્ટ મેટ્રો સ્ટેશનથી પોતાના ઘરે જઈ રહ્યાં હતાં, ત્યારે આ ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ રાત્રે 9.30 વાગ્યે રોહિણી ઇસ્ટ મેટ્રો સ્ટેશનથી પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતાં, તે જ સમયે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો, અને બંદૂક બહાર કાઢી અને માથામાં ગોળી મારી હતી. જેમાં પ્રીતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.