કેરળઃ કોરોના વાઈરસના સંકટને પહોંચી વળવા હવે ચીનમાં જ નહી પંરતુ કેરળમાં પણ રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. કોરોના સામે જંગ લડી રહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓને રોબોટ મદદ કરી રહ્યાં છે.
'નાઈટિંગલ 19' નામનો રોબોટને કેરળના કન્નુર જિલ્લાના અંચરાકંડીમાં કોરોના વાઈરસ કેન્દ્રમાં દર્દીઓને ભોજન અને દવાઓ પ્રદાન કરવા માટે તહેનાત કરવામાં આવ્યો છે. જયાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાને કાર્યાલયે આ અંગે કહ્યું કે, આ રોબોટને રાખવામાં તો આવ્યાં છે. પંરતુ દર્દીઓ સ્વાસ્થ્ય કાર્યકર્તા અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કરવાની અનુમતી છે.
સ્વાસ્થય વિભાગના સહયોગથી ચેમ્બરી વિમલ જ્યોતિ ઈન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો રિમોટ કંટ્રોલથી ચાલતો રોબોટ એક વારમાં ઓછામાં ઓછા છ વ્યકિતઓને માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપે છે.