કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન ઇડી લંડનની મિલકત અને તેના નજીકના મિત્ર સંજય ભંડારી વિશે વાડ્રાને પ્રશ્ન પણ કરી શકે છે.
આ પહેલા, ઇડીએ દિલ્હી હાઇકોર્ટને રોબર્ટ વાડ્રાની જામીનને નકારી કાઢવાની અપીલ કરી હતી. આ અરજી પર હાઇકોર્ટે રોબર્ટ વાડ્રાને નોટિસ પણ જાહેર કરી છે.
આ બાબતે ED તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રોબર્ટ વાડ્રા જાણે છે કે તેની ધરપકડ નહીં કરી શકાય, તેથી તે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા નથી. આ તમામ દલીલો પછી અદાલતે વાડ્રાને નોટિસ મોકલી છે અને કેસની આગળની સુનાવણી 17 મી જુલાઈએ છે.આ કેસ રોબર્ટ વાડ્રાના વિદેશી દેશોમાં 19 લાખ પાઉન્ડની સંપત્તિની માલિકી સાથે સંબંધિત છે. ટેક્સ માંથી બચવા માટે વિદેશી સંપતિ જાહેર ન કરવાના પણ આક્ષેપો છે.