ઋષિએ શનિવારના રોજ આ માટેનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. જ્યાં તેમને એક પ્રશંસક મળ્યો હતો, જેની દુકાનમાં ઋષિ કપૂર વાળ કપાવા ગયા હતા. જેણે કપૂરને ઓળખી જતા આ ગીત ચાલું કર્યું હતું.
ઋષિએ ટ્વીટ કરી કહ્યું હતું કે, વાળ કપાવતા સમયે મારુ ગીત સલૂનમાં વાગી રહ્યું હતું. એક રશિયને મને ઓળખી લીધો હતો અને પોતાની નોટબુકમાં જોઈને આ ગીત ગાઈ રહ્યો હતો. થેંક્યુ સેર્જી...
ઋષિ કપૂર ન્યૂ યોર્કમાં 10 મહિનાથી રોકાયેલા છે, બસ થોડા સમયમાં જ તે ભારત પરત ફરશે.