લખનઉઃ બિકરુ કાંડના અપરાધી વિકાસ દુબેની ગેરકાયદેસર સંપત્તિની ઈડી તપાસ કરી રહી છે. આ મામલે ઈડીએ દુબેની પત્ની રિચા દુબેને પુછપરછ માટે બોલાવી છે. ગત દિવસોમાં ઈડીએ રિચા દુબેને લખનઉ સ્થિત ઓફિસમાં હાજર રહેવા કહ્યું છે. જે મુજબ આજે બુધવારે રિચા દુબે ઈડી ઓફિસ પહોંચી શકે છે. જયાં અધિકારીઓ ગેરકાયેદસર સંપત્તિ મામલે રિચા પાસેથી જાણકારી મેળવશે.
એસઆઈટીના નિર્દેશ બાદ દુબેની સંપત્તિની તપાસ
એસાઈટીના નિર્દેશ બાદ અપરાધી વિકાસ દુબેની ગેરકાયદેસર સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ઈડી દુબેની અવૈધિક મિલકત અંગે તપાસ કરી રહી છે. ઈડીની સાથે સાથે એલડીએ પણ દુબેના નામ પર જેટલી મિલકત છે તે અંગે ચેકિંગ હાથ ધર્યુ છે.
પોલીસકર્મીઓ પર કર્યુ હતુ ફાયરિંગ
વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર દુબેએ અને તેના સાગરીતોએ બેફામ ફાયરિંગ કરી પોલીસ પર હુમલો કર્યો હતો. આ ગોળીકાંડમાં આઠ પોલીસ જવાનો શહીદ થયા હતાં. જે બાદ પોલીસે પણ કાર્યવાહી કરી વિકાસ દુબેનું અનેકાઉન્ટર કર્યુ હતું. એક તપાસમાં સામે આવ્યું હતું કે વિકાસના નામ પર લખનઉ અને નોઈડા તથા કાનપુરમાં સંપતિ છે. જેથી એસઆઈટી સાથે સાથે ઈડી પણ વિકાસ દુબેની સંપતિ અંગે તપાસ કરી રહી છે.