ગૃહમંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઈકોર્ટે જાન્યુઆરીમાં આપેલા ચૂકાદા બાદ આવ્યો છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તમામ રેંક માટે એક સેનાનિવૃતિ ઉંમર નિર્ધારિત કરવામાં આવે.
આ અગાઉ અલગ અલગ રેંક માટે અલગ અલગ સેવાનિવૃતિ ઉંમર નિર્ધારિત કરવામાં આવી હતી.
વર્તમાનમાં જોઈએ તો, સીએપીએફ અથવા અર્ધસૈનિક દળમાં કમાંડેંટ અને તેનાથી નીચેની રેંક વાળા અધિકારીઓની સેવાનિવૃતિની ઉંમર 57 વર્ષ છે. જ્યારે નાયબ ઈન્સપેક્ટર તથા તેનાથી ઉપરની રેંકવાળા અધિકારીઓની ઉંમર 60 વર્ષની હતી.
સીએપીએફના અસમ રાઈફલ્સ તથા સીઆઈએસએફના તમામ અધિકારીની સેવાનિવૃતિની ઉંમર 60 વર્ષ છે.