અમરાવતી: આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક નિવૃત્ત શિક્ષકનું અવસાન થયું હતું. જે બાદ કોરોના ચેપ ફેલાવાના ડરથી ગ્રામજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવાથી રોકવામાં આવ્યા હતા. જેથી શિક્ષકના પરિવાર અને ગ્રામજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો.
જિલ્લાના સંથાનુથલાપાડુ મંડળમાં નિવૃત્ત શિક્ષકનું અવસાન થયું હતું. તેમના મૃતદેહને દફન માટે રિમ્સ હોસ્પિટલથી પેરનામેટા લાવવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ સંસ્કાર કરવા માટે ગામ લોકોએ રોકી દીધા હતા. જે બાદ મૃતકના પરિવારના સભ્યોએ ન્યાયતંત્રના પ્રમુખને એક આવેદન આપ્યું હતું. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી અને છેલ્લે પોલીસની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.
કોરોના ચેપથી અસરગ્રસ્ત રાજ્યોમાં આંધ્રપ્રદેશ પાંચમાં ક્રમે છે, જ્યાં સત્તાવાર કેસનો આંકડો 72,711 છે. રાજ્યમાં કોરોનાથી 884 લોકોના મોત થયા છે. ચેપમાંથી અત્યાર સુધીમાં 37,555 લોકો સાજા થયા છે. ત્યારે 34,272 સક્રિય કેસ છે.