નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિએ ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં કહ્યું કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. ઈસરો મિશન ગગનયાનમાં પ્રગતિ કરી રહ્યું છે અને ભારત ઉત્સાહ સાથે તેની માટે તત્પર છે. તેમણે કહ્યુ, બંધારણ નાગરિકોને અધિકાર આપે છે.
રાષ્ટ્રપતિના સંબોધનના મુખ્ય અંશ
- GSTથી એક દેશ એક બજારને ફાયદો મળશે.
- આપણા દેશના તમામ બાળકોને શિક્ષાનો અધિકાર છે.
- દેશના નિર્માણ માટે ગાંધીજીના સિદ્ધાંત જરૂરી છે.
- આપણે દેશના ભવિષ્યનું વિચારવું જોઈએ.
- ટોક્યોમાં યોજાનારા ઓલંપિકમાં ભારત સારૂ પ્રદર્શન કરે તેવી આશા.
- કૃષિ યોજનાઓથી ખેડૂતોની આવક નક્કી થઈ.
- આયુષ્યમાન ભારત વિશ્વની સૌથી મોટી યોજના.
- આ દશકો આપણો થઈ શકે છે.
- દેશની સેનાઓ, અર્ધસૈનિક બળો અને આંતરિક સુરક્ષાબળોની હું પ્રશંસા કરુ છુ.
- દેશની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવામાં સેનાનું યોગદાન.
- દેશના વિકાસ માટે સુદ્દઢ આંતરિક સુરક્ષા વ્યવસ્થા જરૂરી.
- જળ-જીવન મિશન પણ સ્વચ્છ ભારત અભિયાનની જેમ એક જળ આંદોલન બનશે.
- 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'ની ઉપલબ્ધિઓ ગર્વને પાત્ર