નવી દિલ્હી: પ્રમોશનમાં અનામતનો મુદ્દો ફરી એક વાર બહાર આવ્યો છે. લોજપા સાંસદ ચિરાગ પાસવાને લોકસભામાં પ્રશ્નતરી દરમિયાન આ મુદ્દાને ઉઠાવ્યો હતો. લોજપા સાંસદ ચિરાગ પાસવાનનું કહેવું છે કે, સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને બદલાવવાની માગ કરવી જોઈએ. ચિરાગે કહ્યું કે, બાબસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની વચ્ચે થયેલી બાબતનું જ આ પરિણામ છે. જેનાથી SC અને STને બંધારણીય અધિકાર મળે છે. જે ફ્રીમાં કે દયામાં નથી મળ્યો.
ચિરગ પાસવાને પ્રમોશનમાં અનામત અને નોકરીમાં અનામતને લઇ વાત કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉભા કર્યા હતાં. તેઓએ કહ્યું કે, લોજપા સુપ્રીમ કોર્ટના આ આદેશને બિલકુલ વખોડે છે. વધુમાં જણાવ્યું કે, આરક્ષણ સાથે જોડેલા જેટલા પણ કાયદા હોય તે હેંમેશા 9મી યાદીમાં રાખવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે નિર્ણય કરતા કહ્યું હતું કે, સરકારી નોકરીઓમાં અનામત આપવા સરકાર બંધાયેલી નથી. કોર્ટે વધુમાં એ પણ કહ્યું કે, પ્રમોશનમાં આરક્ષણ કોઇનો મૂળ અધિકાર ન હોઇ શકે.