આજ રોજ દિવસે થયેલી વિમાન દુર્ધટનામાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું મૃત્યુ થયુ હતું. સંજય ગાંધીને ઇન્દિરા ગાંધીના રાજકીય વારસા તરીકે જોવામાં આવતા હતા, પરંતુ તેના મૃત્યુથી દેશનું રાજકીય રુપ પૂરી રીતે બદલાઇ ગયું હતું.
આ ઘટના બાદ કોંગ્રસ પક્ષમાં અફરાતફરી સર્જાઇ ગઇ હતી. કોઇ પણ પ્રધાન પદ વિના પણ સંજય ગાંધીની સરકારી નિર્ણયોમાં ભાગીદારી રહેતી હતી.
આજે તેની 39મી પુણ્યતિથિ છે. જેને લઇ મેનકા ગાંધી અને વરૂણ ગાંધીએ શાંતિવનમાં સંજય ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ મેનકા ગાંધીએ ટ્વિટ કરતા લખ્યુ કે મારો પુત્ર અને હું શાંતિવન ખાતે પહોંચી અને મારા પતિ સંજય ગાંધીને અમે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
વરૂણે પણ ટ્વીટ કર્યું હતું. મેનકા અને વરુણ બંનેએ શાંતિવન ખાતેના ધણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.