જમ્મુના જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ કુમારે કર્ફ્યૂમા રાહતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, પરિસ્થિતિ હવે કાબુમા છે. તેથી કર્ફિયૂમાં રાહત કરાઇ છે, કોઈ પણ અનિછ્નીય બનાવની ઘટના સામે આવી નથી. તેમણે જણાવ્યું હતું કે, સાવચેતીના પગલે, CRPCની કલમ 144 મુજબ પ્રતિબંધિત હુકમો ચાલુ રહેશે અને કોઈ પણને ડિપોઝિટ અથવા મીર્સેશન કરવાનો આદેશ આપવામાં આવશે નહીં. આગળના આદેશ સુધી તમામ દારુની દુકાનો બંધ રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે અને કર્ફ્યૂને દૂર કરવા અને ઇન્ટરનેટ સેવાની પુનઃ શરુ કરવા, ખાસ કરીને, રાત્રી દરમિયાન પુનઃ શરુ કરવાનો નિર્ણય પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે.
કર્ફ્યૂ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓએ કર્ફ્યૂની જાહેરાત કરતા જ લોકોને રાહત મળી હતી. જે છેલ્લા ચાર દિવસથી તેમના ઘરોમાં જેલમાં હતા. તેઓ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારોમાં નિકળ્યા હતા. પેટ્રોલ પંપ, એલપીજી દુકાનો, શાકભાજી અને હોલસેલ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
રમેશ કુમારે જણાવ્યું હતું કે, લોકોને કહેવામા આવ્યું છે કે, અફવાઓ પર ધ્યાન આપવું નહી અને અફવાઓ ફેલાવતા લોકો પર કડક કાર્યવાહી કરવામા આવશે. સોશીયલ મીડિયા પોસ્ટ્સથી અફવા ફેલાવતા લોકોની ઓડખ કરી લેવાઈ છે જેમની ધડપકડ કરાશે અને અમુકની ધડપકડ કરાય છે. જમ્મુ યુનિવર્સિટીમાં વર્તમાન પરિસ્થિતિને જોતાં, 21 ફેબ્રુઆરી સુધી તેમામ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકારો સોમવારે સાંજે તેમને મળ્યા અને તેમણે પુલવામા હુમલાની વાત કરી અને તે બાદની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ વિશે જાણ કરી હતી.