- પશ્ચિમ બંગાળમાં જે. પી. નડ્ડા પર થયો હુમલો
- ગૃહમંત્રાલયે સુરક્ષા વ્યવસ્થા પર ઊઠાવ્યા સવાલ
- ડીજીપી અને મુખ્ય સચિવને ગૃહમંત્રાલયનું સમન્સ
નવી દિલ્હીઃ સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયે બંગાળમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને પશ્ચિમ બંગાળના ડીજીપી અને મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યું છે. આની પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલે ગૃહ મંત્રાલયને રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને પોતાનો રિપોર્ટ મોકલ્યો હતો.
ગૃહમંત્રાલયે સુરક્ષા વ્યવસ્થા પર ઊઠાવ્યા સવાલ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પર થયેલા હુમલાની ગૃહ મંત્રાલયે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જે. પી. નડ્ડા પર થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. બંગાળ સરકારે શાંતિપ્રિય જનતાને આ હિંસા અંગે જવાબ આપવો જ પડશે.