ETV Bharat / bharat

ભારત 3 લાખ PPE કીટનું ઉત્પાદન કરી રહ્યું છે, દરરોજ 95,000 પરીક્ષણો કરવા સક્ષમ છે: ડૉ.હર્ષ વર્ધન - લોકડાઉન

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને ETV BHARAT સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે દેશમાં COVID-19 પરીક્ષણના અભાવ અને ફ્રન્ટલાઈન તબીબી કામદારો માટે PPE કીટની અછત અંગેના ભયને દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો. હર્ષ વર્ધને જણાવ્યું હતુ કે, ભારત એક દિવસમાં ત્રણ લાખ PPE કીટનું ઉત્પાદન કરી રહ્યુ છે અને દરરોજ આશરે 450 લેબ્સમાં 95,000 પરીક્ષણો કરવા સક્ષમ છે.

ETV BHARAT
ભારત 3 લાખ PPE કીટનું ઉત્પાદન કરી રહ્યું છે, દરરોજ 95,000 પરીક્ષણો કરવા સક્ષમ છે: ડૉ.હર્ષ વર્ધન
author img

By

Published : May 11, 2020, 8:42 PM IST

Updated : May 11, 2020, 9:38 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને ETV BHARAT સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે દેશમાં COVID-19 પરીક્ષણના અભાવ અને ફ્રન્ટલાઈન તબીબી કામદારો માટે PPE કીટની અછત અંગેના ભયને દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો. હર્ષ વર્ધને જણાવ્યું હતુ કે, ભારત એક દિવસમાં ત્રણ લાખ PPE કીટનું ઉત્પાદન કરી રહ્યુ છે અને દરરોજ આશરે 450 લેબ્સમાં 95,000 પરીક્ષણો કરવા સક્ષમ છે.

પ્રશ્નઃ આ આપણા બધા માટે મુશ્કેલ સમય છે, દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે હવે આપણે ભારતમાં ક્યાં ઉભા છીએ. શું તમારી સરકારને વિશ્વાસ છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે?

જવાબ: આખા વિશ્વ માટે આ મુશ્કેલ સમય છે. સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે સક્રિય જોડાણના 4-5 દાયકામાં મેં આવો વખત ક્યારેય જોયો નથી. જ્યાં સુધી ભારતની વાત છે, ત્યાં સુધી ચીનમાં વાઇરસના પ્રકોપને પ્રથમ પ્રતિસાદ આપનારાઓમાંનો એક છે .

7 મી જાન્યુઆરીએ ચીને WHOને એક નવા કોરોના વાઇરસ વિશે જાણ કરી હતી જેના કારણે ન્યુમોનિયા થયો હતો. ભારતે 24 કલાકથી ઓછા સમયમાં નિષ્ણાતોની બેઠક બોલાવી હતી અને અમે સૌથી ઝડપી સક્રિય થયા હતા.

10 થી 14 દિવસમાં, અમે બધા રાજ્યો માટે વિગતવાર સલાહ સુચનો તૈયાર કર્યા હતા. 18 જાન્યુઆરીએ, અમે તે જ દિવસે ચીન, હોંગ કોંગ અને આ સમુદાયના મુસાફરો માટે પ્રવેશ નિરીક્ષણની શરૂઆત કરી હતી .

છેલ્લા ત્રણ મહિનામાં આપણે આ મહામારી સામે પૂર્વગમ્ય, સક્રિય અને ક્રમિક પ્રતિસાદ જોયો છે. આરોગ્ય પ્રધાનની અધક્ષતા હેઠળ (જી.ઓ.એમ) જે વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે, આપણી સરહદો પર લગભગ 20 લાખ લોકોની તપાસ થાય છે અને લગભગ 10 લાખ લોકોના સમુદાયને દેખરેખ પર મૂકવામાં આવે છે.

અમે જનતા કરફ્યૂ જેવી નવીન પદ્ધતિઓ અને લોકડાઉનનાં સાહસિક નિર્ણય સાથે તેનું અનુસરણ કર્યું છે.

આ સક્રિય વ્યુહરચનાના અંતે, જ્યારે આપણે આપણી પ્રગતિની સરખામણી બાકીના વિશ્વ સાથે કરીએ છીએ, ત્યારે ભારત યોગ્ય સ્થાન ધરાવે છે. આપણને આખી દુનિયા જોઈ રહી છે.

ભારતમાં ઓછામાં ઓછો મૃત્યુદર છે, આપણે ત્યાં પોઝિટિવ દર્દીઓનો વિકાસ દર પાસે 11થી 12 દિવસમાં બમણો થાય છે. આપણા 30% દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને 4 મહિનાની અંદર, અમે દેશની 95,000 પરીક્ષણોની દૈનિક ક્ષમતા ધરાવતા દેશની ક્ષમતા 450 કરતા વધારે લેબ્સમાં વધારી દીધી છે.

અમારી વ્યૂહરચનાની દ્રષ્ટિએ અને અમારી સફળતાની દ્રષ્ટિએ બધું જ ચોખ્ખુ ચણાંક છે

આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન સાથે ETV BHARATની ખાસ વાતચીત

પ્રશ્નઃ કોવિડ 19 કેસ નોંધપાત્ર પ્રમાણમાં વધી રહ્યા છે, સંબંધિત પરીક્ષણ કેન્દ્રોમાં સંબંધિત વધારા સાથે સંખ્યાબંધ કિસ્સાઓમાં વધારો વધુ સ્પષ્ટ છે?

જબાબ : COVID-19 કેસમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. ગ્રાફ સ્થિર લાગે છે. તદુપરાંત, અમે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 85,000 લોકોનું પરીક્ષણ કર્યું છે. જ્યારે અમે પરીક્ષણ શરૂ કર્યું ત્યારે અમે એક દિવસમાં 2,000 લોકો સાથે પ્રારંભ કર્યો હતો.

અમે અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ ગંભીર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન (એસ.એઆર.આઈ) અને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી (આઇ.એલ.આઈ)ના કેસો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાજ્યો પણ એટલો જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં આપણી પાસે આશરે 50,000-60,000 કેસ છે, આ સંખ્યાની સરખામણી નાના દેશો સાથે કરો, તેમના ત્યાં લાખો કેસ છે. આપણો મૃત્યુદર લગભગ 3% છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 7-7.5% છે. આપણે ત્યાં કેસ વધ્યા છે તેનુ કારણ આક્રમક શોધ, પરીક્ષણ છે

અમે સમાજમાં દરેક પોઝિટિવ કોરોના કેસને પકડવા માંગીએ છીએ.

પ્રશ્નઃ પરીક્ષણ કેન્દ્રો સંદર્ભે સરકારની શું યોજના છે? આ મહિનાના અંત સુધીમાં તમે કેટલા પરીક્ષણ કેન્દ્રો બનાવવાની યોજના બનાવી રહ્યા છો? ભારતની વર્તમાન પરીક્ષણ વ્યૂહરચના પાછળનું તર્ક શું છે અને તે કેવી રીતે પૂરતું છે?

જવાબ: અમે વાયરલોલોજી પરીક્ષણ માટે નમૂનાઓ યુ.એસ. મોકલતા હતા. જાન્યુઆરીમાં અમારી પાસે ફક્ત એક લેબ હતી જ્યારે વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હતો.

હવે, મે ના બીજા અઠવાડિયામાં, અમે આખા દેશમાં અમારી સુવિધાઓ વધારીને 472 લેબ્સમાં વધારી દીધી છે. 275 લેબ સરકારી ક્ષેત્રની છે.

95,000 પરીક્ષણ ક્ષમતા અમે વિકસાવી છે. આ વ્યૂહરચના આઇ.સી.એમ.આર દ્વારા માર્ગદર્શિત નિષ્ણાતોના જૂથની સલાહ પર આધારિત છે. કોની કસોટી કરવી તે અંગે સ્પષ્ટ સલાહ અને માર્ગદર્શિકા છે.

વ્યાવસાયિક વર્તુળોની સલાહથી પરીક્ષણ નીતિ સાવધાનીપૂર્વક રચાન કરવામાં આવી છે. અમારી પરીક્ષણ ક્ષમતાને કારણે અમે સમસ્યાનું નિદાન કરવામાં, હોટસ્પોટ્સ, નોન-હોટસ્પોટ્સ અને અસરગ્રસ્ત જિલ્લા છે તેવા સ્થળોને આખરી ઓપ આપી શક્યાં છીંએ.

પ્રશ્નઃ કેન્દ્ર સરકાર અથવા આરોગ્ય મંત્રાલયના આંકડાની તુલનામાં થોડા રાજ્યો દ્વારા આપવામાં આવેલા આંકડામાં મોટો અંતર છે?

જવાબ: કોઈ વિસંગતતા નથી (કોવીડ નંબરોમાં) કેમ કે શંકાસ્પદ દર્દીઓના મળવાથી લઇ ને લેબોરેટરીમાં પરિક્ષણ પછી રીપોર્ટ તૈયાર ત્યાં સુધી ની પ્રક્રિયા ગતિશીલ છે. આ અહેવાલો પછી રાજ્યો અને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) તેમજ આઈ.સી.એમ.આરમાં, સ્થાળાંતરીત કરવામાં આવે છે.

આખરે, બધા સ્રોતોમાંથી તમામ ડેટા આરોગ્ય મંત્રાલયમાં એકત્રિત કરવામાં આવે છે. ગતિશીલ પ્રવૃત્તિ હોવાને કારણે, તમે જુદા-જુદા પોર્ટલ્સમાં વિવિધ સંખ્યાઓ જોઈ શકો છો, પરંતુ જ્યારે અમે બધું એકત્રિત કરીએ છીએ, ત્યાં કોઈ વિસંગતતા નથી, કોઈ તફાવત નથી અને બધું સંપૂર્ણપણે પારદર્શક છે.

પ્રશ્નઃ તમે હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છો તે વર્તમાનના હોટસ્પોટ્સ કયા છે?

જવાબ: આખું દેશ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: લાલ, નારંગી અને લીલો. દેશને જિલ્લાઓમાં વર્ગીકૃત કરી રહ્યા છીએ, આશરે 130 જિલ્લાઓ હોટસ્પોટ જિલ્લાઓ છે.

284 નોન-હોટસ્પોટ જિલ્લાઓ છે અને 319 અસરગ્રસ્ત નથી. અમે અસરગ્રસ્ત જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

મહામારી અસર પ્રમાણે હોટસ્પોટ્સની અંદર, નાના-મોટા જુથોમાં વિવિધ સ્ટ્રેટેજી હોય છે.

ઘરેલુ સર્વેક્ષણ સહિતના કન્ટેન્ટ ઝોન માટેની સૂક્ષ્મ યોજનાઓ છે.

નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટીમો, રેપિડ રિસ્પોન્સ ટીમો, સર્વેલન્સ ટીમો, મેડિકલ કૉલેજ અને કેન્દ્ર સરકારની ટીમો આ હોટસ્પોટ્સમાં સાથે મળીને કામ કરે છે.

આવા સ્થાનો, વ્યૂહરચના અને વ્યૂહરચનાના અમલીકરણ પર સરકાર સ્પષ્ટ છે.

પ્રશ્નઃ જાહેર આરોગ્યના ઉપાયોના અમલ માટે કેન્દ્રના આહવાનને રાજ્યો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? પડકારો શું છે?

જવાબ: રાજ્યો સમય-સમય પર આપેલા માર્ગદર્શિકાનું પાલન કરે છે. રાજ્યના તમામ આરોગ્ય પ્રધાનો સાથે વાત કરીને આપણે નિયમિતપણે નિરીક્ષણ કરી રહ્યા છીએ. અમે તમામ સંભવિત રીતે, PPE, દવાઓ, એન-95 માસ્ક, વેન્ટિલેટર સપ્લાય કરવા જેવી રીતે અને પ્રયોગશાળાઓ સ્થાપવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રેમ્પ બનાવવા માટે નિષ્ણાંતની સલાહ આપીને તેમને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

હોટસ્પોટ વિસ્તારોમાં, અમે નિષ્ણાતોની ટીમ, સર્વેલન્સ ટીમો મોકલી રહ્યા છીએ અને ખાતરી કરી રહ્યા છીંએ કે, દેશમાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ આપીએ.

પડકારો: મોટા શહેરોમાં મોટી ઝૂંપડપટ્ટી, વિદેશી મુસાફરોની મોટી સંખ્યા, વિશાળ ક્લસ્ટરો જ્યાં સામાજિક અંતર અને લોકડાઉનનાં ધોરણો તેની ભાવનામાં લાગુ કરી શકાતા નથી.

અમારી પાસે પરપ્રાંતીય મજૂરોને સંભાળવાનો પડકાર હતો, તબલીઘીનો મુદ્દો અને હવે વિદેશથી આવતા એક્સપેટ્સનો છે .

પ્રશ્નઃ ઝડપી ટેસ્ટ કીટ માટેનો વિકલ્પ શું છે જેની ગુણવત્તા વિશે કેટલાક પ્રશ્નો ઉભા થયા બાદ તાજેતરમાં હોસ્પિટલોમાંથી પાછા લેવામાં આવ્યા છે? શું દેશમાં કસોટી કીટની સપ્લાય અને ડિમાન્ડમાં કોઈ ગેરસમજ છે?

જવાબ: જ્યાં સુધી પરીક્ષણની વાત છે, અમારી પાસે આરટી-પીસીઆર પરીક્ષણ છે. જ્યારે આ એન્ટિબોડી પરીક્ષણની હિમાયત કરવામાં આવી હતી, ત્યારે અમે સર્વેલન્સ અને રોગચાળાના હેતુઓ માટે આનો લાભ આપવાનું પણ વિચાર્યું.

અમે સૌથી ઝડપી ગતિએ કિટ્સ ખરીદવાનો પ્રયાસ કર્યો. જ્યારે અમને મળ્યું કે તેઓ બિનઅસરકારક છે, અમે તરત જ તેનો ઉપયોગ બંધ કર્યો. હવે હાલની સ્થિતિ એવી છે કે, આપણે ભારતીય ટેસ્ટ કીટ વિકસાવવાની તૈયારીમાં છીએ.

આઇ.સી.એમ.આરએ એલિસા ટેસ્ટ કીટ પણ વિકસાવી છે, જે એન્ટિબોડી ટેસ્ટ કીટનો વિકલ્પ અથવા પૂરક બની રહેશે.

પ્રશ્નઃ લોકડાઉન 3.0 પછી મોટાભાગના સ્થળાંતર કામદારો અને વિદ્યાર્થીઓ તેમના ઘરે પાછા ફરશે, પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારની આરોગ્ય વ્યૂહરચના અને સજ્જતાની વિરુદ્ધ કેન્દ્રની વ્યૂહરચના શું છે. કારણ કે, લોકોની વિશાળ આંદોલન કોવિડ-19 તરફ સંબંધિત રાજ્યોની નબળાઈમાં વધારો કરી શકે?

જવાબ: MHAએ તેનું પૂર્વ આયોજનથી કામ કર્યુ છે. વિદ્યાર્થીઓ, કામદારો અને જરૂરિયાતમંદ લોકોને તેમના સંબંધિત રાજ્યોમાં સરળતાથી સ્થાળાંતરિત કરવા માટે તેઓએ એક વ્યાપક માર્ગદર્શિકા ઘડી છે.

તેમાં લાખો માણસોની ચળવળ સામેલ છે. રાજ્યો સિસ્ટમમાં તાણનો અનુભવ કરશે જે પહેલાથી સ્વાસ્થ્ય પડકારની પરિસ્થિતિથી સામનો કરી રહી છે. જો આપણે ન્યાયીપૂર્વક અને ચોકસાઇથી કાર્ય કરીએ, તો અમે આ પડકારની પણ કાળજી લઈ શકીશું.

પ્રશ્નઃ દેશભરના તબીબો વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોની અછત અંગે ચિંતિત છે. મંત્રાલય કેવી રીતે PPE સપ્લાય વધારવાનું વિચારી રહ્યું છે?

જવાબ: પ્રારંભિક તબક્કામાં, PPEની અછત હતી, પરંતુ COVID-19 એપિસોડ મેક ઇન ઇન્ડિયા ચળવળ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જેમાં 100થી વધુ પરીક્ષણ કરાયેલા અને પ્રમાણિત ઉત્પાદકો એક દિવસમાં 3 લાખ PPE કીટ બનાવે છે. અમે તમામ કીટ રાજ્યોમાં વહેંચી રહ્યા છીએ. તેઓ સંગ્રહિત કરવામાં મુશ્કેલી પડી રહી છે!

હું આ વિશેષ સમયે તેનો મુદ્દો નથી માનતો.

પ્રશ્નઃ ખાનગી પ્રયોગશાળાઓ ઉપરાંત, સરકાર ખાનગી આરોગ્ય સંભાળ ક્ષેત્રને COVID-19 ના સંચાલનમાં કેવી રીતે સામેલ કરવાની યોજના બનાવી રહી છે?

જવાબ: પહેલાનાં તબક્કા દરમિયાન મેં ખાનગી ડૉકટરો અને ખાનગી હોસ્પિટલોનાં સંગઠનોને બોલાવ્યા હતા અને સરકારને મદદ કરવા અપીલ કરી હતી. તેઓએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો .

હું ખાનગી ક્ષેત્રને અપીલ કરવા માંગુ છું કે, કટોકટીની આ ક્ષણે તેમની પાસે પણ એક વ્યાવસાયિક, સામાજિક જવાબદારી છે. ખાનગી હોસ્પિટલોએ આ ક્ષણે તેમની ભૂમિકાને આત્મસાત કરવી જોઈએ.

પ્રશ્નઃ તમે આ મહામારીને અટકાવવા અને ઘટાડવામાં માટે કેટલા આશાવાદી છો? શું તમારી પાસે રાષ્ટ્ર માટે કોઈ સંદેશ છે?

જવાબ: વાઇરસ તો આવતા જ રહેશે અને એક યા બીજી રીતે માનવતાને અસર કરશે. અત્યાર સુધી ફક્ત 2 વાઇરસને સંપૂર્ણ રીતે નાબુદ કરી શક્યા છે: શીતળા અને પોલિયો (ઓછામાં ઓછું દક્ષિણપૂર્વ એશિયાના પ્રદેશમાંથી) બીજા બાધા વાઇરસ હજૂ વિશ્વમાં છે. તેઓ ક્યારેક ક્યારેક રોગચાળાના પ્રમાણમાં આવે છે અને જાય છે.

સરકારનો પ્રયાસ વર્તમાન કોવિડ-19ના હુમલાને નિયંત્રિત કરવાનો છે અને ભવિષ્યમાં, જો આપણે સામાજિક અંતર, હાથની સ્વચ્છતા, શ્વસન સ્વચ્છતા અને માસ્કનો ઉપયોગ કરીશું, તો તે વ્યક્તિગત આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવામાં મદદ કરશે અને તેથી કાર્યક્ષમ રીતે વધુ રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

એકવાર લોકડાઉન ધીમે ધીમે ખુલે છે, પછી આપણે આપણા અર્થતંત્રને ફરીથી બનાવવા માટે સકારાત્મક યોગદાન આપવું પડશે.

Last Updated : May 11, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.