ગુજરાતમાં ફસાયેલા રાજસ્થાની ઘરે જઈ શકશે, રતનપુર બોર્ડર ખોલાઈ - ગુજરાતથી પરપ્રાંતિયને રાજસ્થાન જવા છુટ
કોરોના વાઈસને કારણે અનેક લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા છે. એવામાં રાજસ્થાન સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ફસાયેલા રાજસ્થાની લોકો અને મજૂરો માટે રતનપુર બોર્ડર ખોલવામાં આવી છે.
રાજસ્થાનઃ રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પરપ્રાંતિય રાજસ્થાનીઓ અને કામદારોના ઘર પરતને લઈને મોટો નિર્ણય લીધો છે. ડુંગરપુર જિલ્લા વહીવટીતંત્રે આ નિર્ણયનો અમલ શરૂ કરી દીધો છે. આ સાથે ડુંગરપુર જિલ્લા વહીવટીતંત્રે રાજસ્થાન-ગુજરાત રતનપુર સરહદ ખોલી દીધી છે. હવે સીમા પર ગુજરાતમાં વસતા પરપ્રાંતિયો અને કામદારોનું આગમન શરૂ થઈ ગયું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાજસ્થાનથી પરપ્રાંતિય મજૂરોને લાવવાના રાજ્ય સરકારના આદેશ બાદ શનિવારે મધરાતે રાજસ્થાન-ગુજરાત સરહદ પર હલચલ તીવ્ર બની હતી. ડુંગરપુરના વહીવટી અને પોલીસ અધિકારીઓની સાથે મેડિકલ વિભાગની ટીમો અડધી રાતથી બોર્ડર પર તહેનાત છે.
રતનપુર બોર્ડર પર શેલ્ટર હોમ બનાવવમાં આવી રહ્યાં
ડુંગરપુર જિલ્લા કલેકટર કાનારામે જણાવ્યું હતું કે, રતનપુર બોર્ડર પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ગુજરાતથી આવતા પરપ્રાંતિયોની તપાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત તરફથી આવતા પરપ્રાંતિયો માટે રતનપુર બોર્ડર પર શેલ્ટર હોમ બનાવવામાં આવી રહ્યાં છે. તેમને પહેલા ત્યાં રોકવામાં આવશે, ત્યારબાદ તેમને વાહનો દ્વારા તેમના સંબંધિત સ્થળોએ પહોંચાડવામાં આવશે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ગુજરાતથી આવતા પરપ્રાંતિયો માટેની આ વ્યવસ્થા છે. ગુજરાત પછી મહારાષ્ટ્રથી આવતાં લોકો માટે વ્યવસ્થા કરવામા આવશે. નોંધનીય છે કે, લોકા઼ડઉન હોવાથી કોરોના વાઈરસને કારણે તમામ સરહદો સીલ કરવામાં આવી હતી.