ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

આજનું રાશિ ભવિષ્ય
શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 11, 2020, 6:01 AM IST

મેષ : આજે આપનું મન વિચારોના વંટોળથી ઘેરાયેલું રહેવાથી ઘણી વખત મોટો નિર્ણય લેવામાં પાછા પડશો જેથી મનોમન થોડી ઉદાસી આવી શકે છે. આવી સ્થિતિમાં વધારે પડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા છોડીને વ્યવહારુ બનવાની સલાહ છે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. સ્‍વજન સ્‍નેહીઓ સાથે મનદુ:ખ થાય તેવા કોઈપણ પ્રસંગોથી અથવા વર્તનથી દૂર રહેવું. આપના માન અને કિર્તીમાં વધારો થાય તેવી વધુ પડતી આશા રાખવી નહીં. નવા કામના પ્રારંભમાં સાવચેતીપૂર્વક આગળ વધજો. જીવનસાથીની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. સ્‍ત્રીમિત્રોથી નુકસાન થઈ શકે છે.

વૃષભ : આર્થિક આયોજનો શરૂઆતના થોડા અવરોધો બાદ પાર પડતાં લાગે. મિત્રો શુભેચ્‍છકોના મિલનથી આપને આનંદ થાય. વ્‍યવસાય ક્ષેત્રે સહકારભર્યું વાતાવરણ રહે. શારીરિક- માનસિક તંદુરસ્‍તી જળવાયેલી રહે. દોસ્‍તો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. રોકાણકારોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવું. નવા કાર્યોની શરૂઆત કરી શકો.

મિથુન : આપની આજના દિવસની શરૂઆત તન- મનથી સ્‍વસ્‍થતા સાથે થશે. મિત્રો અને પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. વધારે ખર્ચ ન થઇ જાય તેનું ધ્‍યાન રાખશો. આર્થિક લાભ થાય. પરંતુ બપોર પછી નાણાકીય આયોજનો પહેલાં ખોરવાતાં અને પછી પાર પાડતા લાગે. મૂડીરોકાણ સંભાળીને કરવું. સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો.

કર્ક : આજે આપની નાણાંની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે. વાણી અને વર્તનમાં સ્પષ્ટતા અને સૌમ્યતા રાખવી. કોઇ સાથે ગેરસમજ થઈ હોય તો અત્યારે શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવી શકો છો. બપોર પછીથી આપની સમસ્‍યાના બદલાવ આવશે. આપને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે. મનમાંથી નકારાતમક લાગણીઓ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ : આજે સવારનો સમય ખૂબ સારી રીતે પસાર થશે. કુટુંબ- સમાજ મિત્રવર્તુળ અને નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આપને આનંદ અને લાભના સમાચાર મળશે. આવકમાં વધારો થાય અથવા ધનલાભ થવાના સમાચાર મળે પરંતુ બપોર પછી આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાન સંભવ છે. અકસ્‍માતનો યોગ છે. માનસિક ચિંતા રહે. પરિવારજનો તેમજ પુત્ર સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. શરીર બગડે.

કન્યા : આપની આજની સવાર ખુશખુશાલ અને લાભપ્રદ રહેશે. નોકરી- ધંધાના ક્ષેત્રે લાભ થાય. સામાજિક ક્ષેત્રે પણ આપની ખ્‍યાતિ વધે. ઉઘરાણીના નાણાં વસૂલી શકાય. સ્‍ત્રી- મિત્રોથી મુલાકાત થાય. પરિવારમાં પણ આનંદ રહે પરંતુ બપોર પછી પરિસ્થિતિમાં આપને પ્રતિકૂળતા વર્તાશે. આપનું પ્રફુલ્લિત મન થોડી અસ્‍વસ્‍થતા અનુભવશે. તબિયત પણ થોડીક નરમગરમ રહેશે. બોલવામાં તકેદારી રાખવી. ઇશ્વરનું નામ અને આધ્યાત્મિક વિચારો મનને શાંતિ આપશે.

તુલા : આજના દિવસે આપની શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપ ઉત્‍સાહથી કામ કરશો. પદોન્‍નતિ થાય. સરકારી કાર્યો સરળતાથી પાર પડશે અને સમાજમાં આપનો માન- મરતબો વધે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આપને આનંદ થશે. આવકમાં વધારા જણાય. દાંપત્‍યસુખ સારું રહેશે.

વૃશ્ચિક : આજે વિરોધીઓ તથા હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. નોકરી- વ્‍યવસાયમાં સાનુકૂળ પરિસ્થિતિ ન હોય. સંતાનો સાથે મતભેદ થાય. પરંતુ બપોર પછી ઘર, ઓફિસમાં આપના માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. ઉપરી અધિકારીઓ આપના કાર્યની પ્રશંસા કરશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે. સરકારી કામો પૂરા થશે. નોકરીમાં બઢતીથી તકો ઉભી થશે.

ધન : આજે આપને સાવધા‍નીપૂર્વક વર્તવાની સલાહ છે. ગુસ્‍સો કરવાથી નુકસાન થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાથી પરેશાન થવાય. શરીરમાં થાક અને આળસ વર્તાય. ઓફિસમાં ઉપરી કર્મચારીઓ પાસેથી વધુ પડતી સહકારની આશા રાખવાના બદલે આત્મબળે આગળ વધવાનો આગ્રહ રાખવો. સંતાનનો પ્રશ્ન અંગે ‍તમારે વધુ વ્યસ્તતા રહે અને વધુ સમય આપવો પડે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું. આજે મહત્‍વના કામ કે નિર્ણય ન લેવા. નવા કાર્યનો આરંભ આજે ન કરવા સલાહ આપવામાં આવે છે.

મકર : આજે આપને કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત દરમ્‍યાન ગુસ્‍સા પર કાબુ રાખવાની સલાહ છે. સામાન્‍ય રીતે પરિવારમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. નાણાકીય લાભ મળે. માન- સન્‍માન મળે, બપોર પછીનો સમય આપ દોસ્‍તો અને સ્‍વજનો સાથે ખૂબ કાળજીપૂર્વક પસાર કરો. વસ્‍ત્ર પરિધાન માટેનો અવસર પ્રાપ્‍ત થાય. વાહનસુખ મળે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદ આપશે. સુરૂચિપૂર્ણ ભોજનની પ્રાપ્તિ થાય. નાટક- સિનેમા અથવા તો કોઇ અન્‍ય મનોરંજનના સ્‍થળે આનંદ કરશો.

કુંભ : આજે આપને કલા તરફ વિશેષ અભિરૂચિ રહેશે. સ્‍ત્રીમિત્રો અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદસભર રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સંતાનોના પ્રશ્ન સતાવે પરંતુ બપોર બાદ ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. અટકી પડેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ થાય. શરીર સ્‍વાસ્‍થ્‍ય સુધરશે. નોકરીમાં સહકર્મચારીઓનો સહકાર મળે. વાણી પર સંયમ રાખવો.

મીન : આજે આપને વધુ પડતાં લાગણીશીલ ન બનવાની સલાહ છે તથા સ્‍ત્રીવર્ગથી સાવચેત રહેવાની સલાહ છે. વધારે પડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. જમીન- જાયદાદ અંગેની ચર્ચા આજે ન કરવા સલાહ આપવામાં આવે છે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સારો દિવસ છે. યાત્રા પ્રવાસ માટે સમય અનુકૂળ નથી. કાયદા વિરોધી અથવા ખોટા કાર્યોથી અત્યારે દૂર રહેવું અને આવું કામ કરતા લોકોથી સાચવવું.

Intro:Body:

rashi fal

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.