આંધપ્રદેશના ગોદાવરી જિલ્લામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 8 વર્ષની બાળકી સાથે બનેલા દુષ્કર્મની ઘટના મામલે 16 વર્ષના નાબાલીક પર આરોપ છે. નાબાલીક બાળકીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદ બાદ જાંગારેડ્ડી ગુડેમના ડી.સી.પી ઘટના સ્થળે પહોચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોટોક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્યુઅલ એક્ટ (પૉક્સો એક્ટ ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.