- મંગળવારે બિહાર ચૂંટણીનું પરિણામ
- રણદીપ સુરજેવાલા અને અવિનાશ પાંડે નિરીક્ષક તરીકે પટના પહોંચ્યા
- પરિણામ પહેલાં જ કોંગ્રેસ કેમ્પસમાં હલચલ તેજ
પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો મંગળવારે આવશે. પરંતુ તે પહેલાં જ કોંગ્રેસ કેમ્પસમાં ગતીવિધિઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના બે મહાસચિવ રણદીપ સુરજેવાલા અને અવિનાશ પાંડે પરિણામનું નિરીક્ષક કરવા પટના પહોંચ્યા છે. જેથી પરિણામ બાદની સ્થિતિ પર બંને નિરીક્ષકો કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને નિર્ણય કરશે.
સોનિયા ગાંધીએ નિરીક્ષક કરીકે કરી નિમણૂક
ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ આ બંનેને નિરીક્ષક બનાવ્યા છે. પટના પહોંચતાની સાથે જ રાષ્ટ્રીય મહામંત્રી રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, રાષ્ટ્રીય નેતૃત્વએ સંકલનની જવાબદારી આપી છે. હું તેને પૂર્ણ કરવા આવ્યો છું. તેજશ્વી યાદવના નેતૃત્વમાં રાજ્યમાં અમારી સરકાર બનાવવામાં આવશે.
સુરજેવાલાએ બેઠક યોજી
સુરજેવાલાએ સદાકત અશ્રમ પહોંચીને એક બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, પ્રધાન રાજેન્દ્ર યાદવ અને રઘુ શર્મા, ઝારખંડના પ્રધાન બન્ના ગુપ્તા સહિતના નેતા જોડાયા હતા. આ તમામ નેતાઓ કોંગ્રેસ માટે સંકટ મોચક માનવામાં આવે છે. સોમવારે સવારે, સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ અવિનાશ પાંડે પણ પટના પહોંચ્યા હતા. બિહારના પ્રભારી અજય કપૂર પણ પટના આવશે. આ તમામ નેતાઓ ચૂંટણીના પરિણામ પર નજર રાખશે.