લખનઉઃ ઉત્તર પ્રદેશના કોતવવાલી સિવિલ લાઇન્સ વિસ્તારમાં બુધવારે રાત્રે 8 કલાકે ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપ નેતાને તેના પરિજનો હોસ્પિટલ લઇને પહોંચ્યા, ત્યારે કોઇ ડૉકટર હાજર ન હોવાથી પરિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સાથે જ પોલીસની હાજરીમાં હોસ્પિટલના ડૉકટરો અને કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે પોલીસ માત્ર મુક પ્રેક્ષક બનીને જોતી રહી હતી અને કોઇ કાર્યવાહી કરી ન હતી.

રામપુરમાં ભાજપના નેતાની હત્યાથી ભારે સનસની મચી હતી. જિલ્લા હોસ્પિટલ છાવણીમાં પરિણમી હતી. આઇજી રમિત શર્મા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકની માતાની પુછપરછ કરી હતી અને પરિજનોને આશ્વાસન આપ્યું હતું કે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને ન્યાય મળશે.
રામપુરમાં ભાજપના નેતાને બે અજાણ્યા શખ્સોએ ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. પરિજન ઘાયલ અવસ્થામાં અનુરાગ શર્માને જિલ્લા હોસ્પિટલ લઇને આવ્યા હતા, પરંતુ ડૉકટરની ગેરહાજરીને લીધે પરિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલના સાધન-સામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું.
મહત્વનું છે કે, લોકડાઉનના સમયમાં દરેક વિસ્તારમાં પોલીસ તૈનાત હોવા છતાં આ હત્યા થઇ છે, ત્યારે હાલ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે અને ક્યાં કારણે હત્યા કરવામાં આવી છે, તે અંગે તપાસ ચલાવી રહી છે.