કુદુમ્બશ્રી એકમ દ્વારા મકાનનું નિર્માણ ફક્ત 40 દિવસમાં પૂર્ણ થયું હતું. જિલ્લા સબ કલેક્ટર વી.આર.કૃષ્ણ તેજાના માર્ગદર્શન હેઠળ મકાનો જમીન સ્તરથી બે મીટરની ઉંચાઇ પર બનાવવામાં આવ્યા છે. જેથી ફરીથી પૂરમાં આ પ્રકારના ઘરો ગરકાઉ ન થાય. પૂરમાં અસરગ્રસ્ત લોકો માટે શરૂઆતમાં 117 ઘરોની યોજના બનાવવામાં આવી હતી, ત્યારબાદ બાંધકામ યોજના 123 મકાનો સુધી પહોંચી છે. ઘર અત્યાધુનિક તકનીકી મદદથી ગુણવત્તાયુક્ત કાચા ઉત્પાદનો અને આર્થિક ધોરણની ખાતરી આપીને બનાવવામાં આવ્યા છે.
બાંધકામ ક્ષેત્રના નિંષ્ણાતો સમુદ્ર સપાટીથી નીચે આવેલા કુટ્ટનાદમાં સમાન ગુણવત્તાવાળા મકાનોની માગ પણ કરે છે. મુખ્યપ્રધાન સાથે, અનેક મંત્રીઓ, રાજકીય આગેવાનો, ફિલ્મ અને સાંસ્કૃતિક હસ્તીઓ પણ બરબાદ થયેલા જીવનની ચાવી ભેટ આપવાના ઉદઘાટન સમારોહની સાક્ષી બનશે.