ETV Bharat / bharat

રામ મંદિર જન્મભૂમિની સુરક્ષાને લઈ આજે સ્થાનિક સુરક્ષા સમિતિની બેઠક - Ram mandir safety committee meeting

આજે રામ જન્મભૂમિ મંદિર મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક દર ત્રણ મહિને યોજવામાં આવે છે. રામ જન્મભુમિ પર મંદિર નિર્માણ કાર્ય શરૂ હોવાને કારણે આ વખતે બેઠક મંદિરના પરિસરમાં યોજાવવાને બદલે શહેરની એક ખાનગી હોટલમાં યોજાશે.

xz
Ram mandiar
author img

By

Published : Sep 8, 2020, 11:05 AM IST

અયોધ્યાઃ આતંકીઓના હુમલાઓના નિશાને રહેતા અયોધ્યાના રામ મંદિર જન્મ ભૂમિની સુરક્ષાને લઈ સ્થાનિક સુરક્ષાને લઈ યોજાતી બેઠક મંગળવારે એટલે કે આજે શહેરના એક રિસોર્ટમાં થશે. મોટે ભાગે આ બેઠક મંંદિરના પરિસરમાં યોજવામાં આવે છે. પંરતુ રામ મંદિરનું નિર્માણ કામ ચાલતુ હોવાથી બેઠક હોટલમાં યોજવામાં આવશે. જેમાં સુરક્ષા સંબંધિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. આ બેઠકમાં રામ જન્મભૂમિની સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં નવી રીતે રામ મંદિરની સુરક્ષાને કેવી રીતે વ્યાપક બનાવી શકાય તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે, તેથી બહારના લોકોને અંદર જવા માટે મનાઈ છે. માટે જ આવી સ્થિતિમાં નિર્માણ કામ માટે આવતા લોકો અને સંબંધિત માલ સામાનની તપાસ પર રખેવાળી કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે.

રામ મંદિર સ્થાનિક સુરક્ષા સમિતિની બેઠકમાં 11 વાગ્યે શરૂ થશે. આ બેઠકમાં એડીજી સુરક્ષા વીકે સિંહ, રામ જન્મભુમિના સુરક્ષા સલાહકાર કેકે શર્મા, આઈજી પીએસી, ડીઆઈજી પીએસી, આઈજી સીઆરપીએફ, એડીજી ઝોનના અધિકારીઓ સહિત અનેક વરિષ્ઠ અધિકારીએ સામેલ થશે.

નોંધનીય છે કે રામ મંદિર જન્મ ભુમિની સુરક્ષાને ધ્યાને રાખી દર ત્રણ મહિને સ્થાનિક સુરક્ષા સમિતિની બેઠક યોજવામાં આવે છે. મોટે ભાગે આ બેઠક મંદિરના પરિસરમાં જ કરવામાં આવે છે. પંરતુ હાલ મંદિર નિર્માણનું કામ ચાલતું હોવાથી બેઠક શહેરની એક ખાનગી હોટલમાં યોજવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.