જબલપુર: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. મધ્યપ્રદેશના જબલપુરની એક મહિલાએ 28 વર્ષ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે, અયોધ્યામાં રામ મંદિર ન બને ત્યાં સુધી તે અનાજ લેશે નહીં, ત્યારે આજે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઉર્મિલા ચતુર્વેદીની આ તપસ્યાનો હવે સમાપ્ત થઇ છે.
28 વર્ષમાં નથી લીધો અનાજનો એક પણ દાણો
વિજયનગરમાં રહેનારી 28 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદી શબરીની યાદ અપાવે છે. ઉર્મિલાએ 28 વર્ષ ઉપવાસ કરીને વિતાવ્યાં છે. 6 ડિસેમ્બર 1992માં જ્યારે અયોધ્યામાં વિવાદિત માળખું તૂટી પડ્યું હતું, ત્યારે ઉર્મિલા ચતુર્વેદી 54 વર્ષની હતી, ત્યારથી લઇને અત્યાર સુધી ઉર્મિલા ચતુર્વેદી રામ નામનો જાપ કરતી રહી અને તેણે અનાજનો એક પણ દાણો ખાધો નથી.
ઘણી વખત તેની તબિયત બગડી પણ તે હિંમત હારી નથી
ઉર્મિલાની તબિયત ઘણી વખત બગડતી હતી. ઘણી વખત ડૉકટર્સે તેમને અન્ન લેવાની સલાહ પણ આપી હતી, પરંતુ ઉર્મિલાએ તેમનો સંકલ્પ તોડ્યો ન હતો.