નવી દિલ્હી :કોરોના મહામારી અને લોકડાઉન પછી દિલ્હીમાંથી હજારો નાના-મોટા ગુનેગારોને પેરોલ અથવા જામીન પર જેલમાંથી છોડવામાં આવ્યા હતા. આ બદમાશો હવે દિલ્હી પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા છે. આવા આરોપી ફરીથી ગુનો કરી રહ્યા છે.
આ અપરાધીઓ તેમની સાથે આખો સમય ગેરકાયદેસર હથિયારો લઇને ફરી રહ્યા છે અને ગમે ત્યાં ગોળીબાર કરી રહ્યા છે. આવા શખ્સોને પકડવા માટે SI કુલદીપ અને કોન્સ્ટેબલ પ્રવીણ અને જીતેન્દ્રની ટીમ, SH અશોક કુમારની અધ્યક્ષતામાં બનાવવામાં આવી હતી. આ ટીમ ગુપ્ત માહિતીના આધારે વિસ્તારના એક એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 1 દેશી કટ્ટો અને 2 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. આ સાથે જ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે કોઈ ગુનાહિત કૃત્ય કરવાની તૈયારીમાં છે, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી તેથી તેની યોજના પર પાણી ફેરવાઇ ગયું હતું.
ધરપકડ કરાયેલો આરોપી રાજપાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારનો જાહેર કરાયેલો વૉન્ટેડ આરોપી છે અને થોડા સમય પહેલા જ તે જેલની બહાર આવ્યો હતો. જેનું નામ સજ્જન ઉર્ફે રામજાને છે. જે બોલિવૂડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાનનો મોટો ચાહક છે અને તેની દરેક ફિલ્મનો પહેલો શો જુએ છે. ઘણાં વર્ષો પહેલા આવેલી તેની ફિલ્મ રામજાનેમાં શાહરૂખનું પાત્રથી તે એટલું પ્રભાવિત થયો હતો કે તે પોતાનું નામ જ રામજાને રાખી લીધું હતું. પાત્રની નકલ કરતી વખતે તે ગુનાની દુનિયામાં આવ્યો હતો. આજે ગુનાની દુનિયામાં લોકો તેનું અસલી નામ રામજાનેના નામથી જાણે છે.તેણે તે ફિલ્મની જેમ નકલ કરવા લાગ્યો અને ગુનાની દુનિયામાં આવી ગયો અને જે બાદ તે સજ્જનથી રામજાને બની ગયો.
હાલ રાજપાર્ક પોલીસ મથકે ધરપકડ કરાયેલા આ શખ્સની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી છે. તેમજ તેની પાસેથી એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કેડલા ગુન્હાઓ કર્યા છે.