શ્રીનગર: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શનિવારે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) ની એક ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધી હતી.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે સાથે આવેલા રાજનાથ સિંહે, નોર્થ હિલ પોસ્ટની મુલાકાત લીધી હતી અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સરહદ પરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
-
Visited a forward post near LoC in Kupwara District of Jammu-Kashmir today and interacted with the soldiers deployed there.
— Rajnath Singh (@rajnathsingh) July 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
We are extremely proud of these brave and courageous soldiers who are defending our country in every situation. pic.twitter.com/Chaqvf83Xq
">Visited a forward post near LoC in Kupwara District of Jammu-Kashmir today and interacted with the soldiers deployed there.
— Rajnath Singh (@rajnathsingh) July 18, 2020
We are extremely proud of these brave and courageous soldiers who are defending our country in every situation. pic.twitter.com/Chaqvf83XqVisited a forward post near LoC in Kupwara District of Jammu-Kashmir today and interacted with the soldiers deployed there.
— Rajnath Singh (@rajnathsingh) July 18, 2020
We are extremely proud of these brave and courageous soldiers who are defending our country in every situation. pic.twitter.com/Chaqvf83Xq
રાજનાથ સિંહે સૈનિકો સાથેની તેમની વાતચીતના ફોટો સાથે ટ્વીટ કર્યું હતું કે, "આજે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક એક ચેકપોઇન્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરી હતી."
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, અમને આ બહાદુર અને હિંમતવાન સૈનિકો પર ખૂબ ગર્વ છે કે જેઓ દરેક પરિસ્થિતિમાં આપણા દેશનો બચાવ કરી રહ્યા છે.
દિવસની શરૂઆતમાં રાજનાથ સિંહે અમરનાથની પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી અને દર્શન કરી પ્રાર્થના પણ કરી હતી.