ન્યાયાધીશ એમ.એમ સુંદરેશ તથા ટેકા રહમાનની ખંડપીઠ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો હતો. કોર્ટે તેમના નિર્મયમાં વડાપ્રદાન રાજીવ ગાંધીની હત્યાના આરોપીના 30 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. જેથી તે તેના દિકરાના લગ્નમાં સામેલ થઇ શકે.રોબર્ટ પાયસ,રાજીવ ગાંધીની હત્યાના સાત આરોપીઓમાંથી એક છે. વર્ષ 1991થી તે જેલમાં સજા ભોગવી રહ્યો છે.
કોર્ટે તેના દિકરાના લગ્નની તૈયારી માટે પેરોલ આપી છે. ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ તથા ટેકા રેહમાનની ખંડપીઠે પેરોલ અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે રોબર્ટ પાયસ માટે પેરોલની શર્તો આપવામાં આવી છે. તેને કોટ્ટિવાકમ,ચેન્નઇમાં જ રહેવું પડશે.