ETV Bharat / bharat

રાજસ્થાનની રામાયણઃ સુનાવણી શરૂ, પાયલટ ગ્રૃપની દલીલ- સરકાર પાડવી અને CM બનવું બંને અલગ

રાજસ્થાનમાં અશોક ગેહલોત સામે સચિન પાયલોટ જૂથની લડાઇ રાજકીય તેમજ કાનૂની મોરચે લડાઈ રહી છે, ત્યાં મંગળવારે આ મામલે ફરી સુનાવણી થશે. જેમાં મુકુલ રોહતગી પાયલટના વકીલ વતી દલીલ કરશે.

rajasthan-political-crisis-high-court-hearing
રાજસ્થાનની રામાયણઃ આજે ફરી સુનાવણી, મુકુલ રોહતગી પાયલટ વતી લડશે
author img

By

Published : Jul 21, 2020, 8:52 AM IST

Updated : Jul 21, 2020, 11:29 AM IST

  • સ્પીકરની નોટિસની વિરુદ્ધ પાયલટ ગ્રુપે દાખલ કરેલી અરજી પર આજે રાજસ્થાન હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શકયતા છે.
  • હાઈકોર્ટમાં સવારે 10.30 વાગ્યાથી ફરી સુનાવણી શરૂ થઈ છે.
  • કોર્ટમાં સોમવારે સ્પીકર સીપી જોશી તરફથી અભિષેક મનુ સિંધવીએ દલીલો કરી હતી.
  • સિંધવીએ કહ્યું કે સ્પીકરે ધારાસભ્યોને બસ નોટીસ મોકલી છે. અયોગ્ય ઠેરવ્યા નથી.
  • પાયલટ ગ્રુપની અરજી પ્રી-મેચ્યોર છે, તેને ફગાવવામાં આવે.
  • પાયલટ ગ્રુપ તરફથી હરીશ સાલ્વેએ દલીલો કરી હતી.
  • સાલ્વેએ કહ્યું કે સરકાર પાડવી તે અલગ વાત છે અને મુખ્યપ્રધાન બનવું અલગ વાત છે.
  • વિધાનસભાની બહારની કોઈ પણ ગતિવિધિને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાના વિરોધી અધિનિયમનું ઉલ્લંઘન તરીકે ગણી શકાય નહિ.
  • હાલ જ્યારે સત્ર ચાલી રહ્યું નથી ત્યારે વ્હિપનો કોઈ અર્થ પણ નથી.

જયપુરઃ એક તરફ દેશનો મોટો ભાગ પૂર અને કોરોના વાઇરસ જેવી રોગચાળા સામે લડી રહ્યો છે, તો બીજી તરફ રાજસ્થાનમાં હજી સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં જ બળવાખોર વલણ અપનાવનારા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટના જૂથની અરજી પર સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે મંગળવારે ફરી સુનાવણી કરવામાં આવશે. જેમાં વકીલ મુકુલ રોહતગી પાયલટ વતી દલીલ કરશે.

રાજસ્થાનની રામાયણ 11મા દિવસે પણ યથાવત રહી છે, ત્યારે પાયલટ છાવણીના 19 બળવાખોર ધારાસભ્યો પોતાનું પદ બચાવવા કોર્ટનો આશ્રરો લીધો છે, આજે ફરી રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થશે. ગત રોજ મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું કે, અમે જાણતા હતા કે પાયલટ નકામા છે, કંઈ પણ કામ નથી કરતા, બસ લોકોને લડાવી રહ્યાં છે. ભાજપને ખુશ કરવા માટે અમારી સાથે ષડયંત્ર રચ્યું.

મહત્વનું છે કે, રાજસ્થાન હાઈકોર્ટમાં ટીમ પાયલોટની અરજી પર સુનાવણી થઈ રહી છે. જેમાં વિપક્ષની ટીમ એટલે કે વિધાનસભા સ્પીકર સીપી જોશી તરફથી કોર્ટમાં કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સંઘવીએ દલીલ કરી રહ્યાં છે. ગત રોજ સંઘવીએવ દલીલ કરતા કહ્યું કે, પાયલટ જૂથની અરજી પ્રી-મેચ્યોર છે. જેથી કોર્ટે તેને ફગાવી દેવી જાઈએ. વિધાનસભા સ્પીકરે અત્યાર સુધી ફક્ત નોટિસ આપી છે, ધારાસભ્યોને ગેરલાયક ઠરાવ્યા નથી. જેથી સ્પીકરનો આદેશ ફક્ત લિમિટેડ ગ્રાઉન્ડ પર જ ચેલેન્જ કરી શકાય છે.

બીજી તરફ ધારાસભ્યોના હોર્સટ્રેડિંગને લગતા વાયરલ ઓડિયોમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતને નોટિસ મોકલી હતી. જેને શેખાવતના સચિવે રિસીવ કરી હતી.આ અંગે શેખાવતે કહ્યું કે, મને નિવેદન અને વોઈસ સેમ્પલ આપવા કહેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, બળવાખોર ધારાસભ્યો પાસે જવાબ આપવાનો આજે અંતિમ દિવસ છે. જો જવાબ નહીં આપે તો વિધાનસભા સ્પીકર તેમની પાસેથી ધારાસભ્ય પદ છીનવી શકે છે. બીજી તરફ ગેહલોત વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ મારફતે બહુમતી સાબિત કરી શકે છે. જો ગેહલોત બહુમતી સાબિત કરવામાં સફળ રહ્યાં તો વિપક્ષ 6 મહિના સુધી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકશે નહીં.

Last Updated : Jul 21, 2020, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.