જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવ્યા બાદ સતત એક બાદ એક રાજ્યોમાં કોંગ્રેસ પર રાજકીય સંકટ આવ્યું છે. ત્યારે રાજસ્થાનમાં અન્ય રાજ્યોના કોંગ્રેસના ધારાસભ્યોને શરણગતિ આપતા તેમની રખેવાળી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ ધારાસભ્યોને જયપુરમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા કોંગ્રેસના 40 ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા હોય કે પછી મધ્યપ્રદેશમાં સરકાર બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા હોય કે પછી રાજ્યસભાની સીટ બચાવવા માટે ગુજરાતના કોગ્રેસના ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા હોઈ, ત્રણેય રાજયમાં રાજકારણ સંકટમાંથી બહાર લાવાવ રાજસ્થાનની અશોક ગહેલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને જ કોંગ્રેસ ધારાસભ્યોની રખેવાળી કરવાની જવાબદારી આપવામાં આવી છે.
હવે રાજસ્થાન સરકારના ધારાસભ્યોની ગહલોતને રખેવાળીમાં રાખવાની સ્થિતિ આવી શકે છે. રાજસ્થાનની 3 સીટો પર ચૂંટણી યોજાનારી છે. સંખ્યાબળના આધારે કોંગ્રેસના ખાતામાં 2 સીટ નક્કી છે પરંતુ ભાજપ કોંગ્રેસના ખાતામાં ભંગાણ કરવાની તૈયારીમાં છે.
જીતને લઈ કોંગ્રેસ સંપૂર્ણ રીતે આશ્વસ્થ છે પરંતુ અંદર ખાને નારાજ ધારાસભ્યોને લઈ કોંગ્રેસ મુશ્કેલીમાં છે. કારણ કે, અંદાજે 12 ધારાસભ્યો એવા છે જે વિધાનસભા સત્રમાં તેમની જ સરકારના કેટલીક વખત ધેરી ચૂક્યા છે. કોંગ્રેસ ધારાસભ્યો ક્રૉસ વોટિંગ કરી ભાજપની મદદ કરી શકે છે. ત્યારે ક્રૉસ વૉટિંગના થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યોની રખેવાળી કરવામાં આવશે. જેના માટે કોંગ્રેસ 18 માર્ચની રાહ જોશે.