રાજસ્થાન(ચૂરુ): સુજાનગઢમાં એક સાથે 25 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તમામ દર્દીઓને પોઝિટિવ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્રણ એમ્બ્યુલન્સના માધ્યમથી ચૂરુમાં કોવિડ સેન્ટર ખસેડાયા હતાં.
શનિવારે 86 લોકોના સેમ્પલ લેવાયા હતાં. જેમાંથી સુજાનગઢનાં 25 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારનાં બે સભ્યો હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરીને પરત ફર્યા હતાં. આ બંને સભ્યોને કોરોના પોઝિટિવ હતાં. અસ્થિ વિસર્જન બાદ મૃત્યુભોજનની વિધિમાં એકઠા થયા હતાં.