ETV Bharat / bharat

આજથી 'રાયસીના ડાયલોગ'ની શરૂઆત, 7 દેશનું નેતૃત્વ એક મંચ પર

author img

By

Published : Jan 14, 2020, 9:45 AM IST

નવી દિલ્હી: ભૌગોલિક અને ભૂ-આર્થિક મુદ્દાઓ પર ભારતની મહત્વપૂર્ણ વૈશ્વિક પરિષદ 'રાયસિના ડાયલોગ'ની શરૂઆત આજે મંગળવારથી થશે, જ્યાં 7 રાષ્ટ્રના પ્રમુખ અથવા તો સરકારના વડા વિશ્વને સામનો કરી રહેલા પડકારો અંગે તેમના વિચારો રાખશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે.

Raisina Dialogue
Raisina Dialogue

આ અંગે વિદેશ મંત્રાલય જણાવ્યું છે કે, પ્રતિષ્ઠિત રાયસીના ડાયલોગના પાંચમા સંસ્કરણનું આયોજન ભારતીય વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સંયુક્ત રૂપે કરી રહ્યા છે. જેમાં લગભગ 100 દેશના 700 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ સામેલ થશે. આ સૌથી મોટી કોન્ફરન્સ છે.

તેઓએ જણાવ્યું કે, ત્રણ દિવસના સંમેલનમાં રશિયા, ઈરાન, ઓસ્ટ્રેલિયા, માલદીવ, દક્ષિણ આફ્રિકા, એસ્તોનિયા, ડેન્માર્ક, હંગેરી, લાતવિયા, ઉઝ્બેકિસ્તાન સહિત 12 દેશના વિદેશ પ્રધાન અને યૂરોપિય સંધના પ્રતિનિધિ સામેલ થશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું છે કે, 15 જાન્યુઆરી 'ભારતનો માર્ગ: વિકાસ અને સ્પર્ધાની સદી માટેની તૈયારી'ના વિષય પર બોલવા માટે વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર સ્ટેજ પર હાજર રહેશે.

Raisina Dialogue
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારનું ટ્વિટ

વડાપ્રધાન મોદી અને રાજ્યના સાત રાષ્ટ્ર પ્રમુખ તેમજ સરકારના વડાઓ ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે અને આ સમય દરમિયાન વૈશ્વિકરણ, 2030 ના એજન્ડા, આધુનિક વિશ્વમાં તકનીકીની ભૂમિકા, હવામાન પરિવર્તન અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ અંગે પોતાના મંતવ્યો આપશે.

આ સાથે જ વિદેશ સચિવ વિજય ગોખલે, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત, નૌસેના પ્રમુખ એડમિરલ કરણબીર સિંહ, અમેરિકાના ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મૈથ્યુ પોટિંગર, અફઘાનિસ્તાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લા મોહિબ, અમેરિકી હિન્દ પ્રશાંત કમાનના કમાન્ડર એડમિરલ ફિલ ડેવિડસન પણ પોતાની વાત કાર્યક્રમમાં રાખશે.

Intro:Body:

wertt

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.