છ સપ્તાહ પહેલાં કેન્દ્ર સરકાર ‘જળ શક્તિ અભિયાન’ હેઠળ જળના કુદરતી ભંડારની અનોખી યોજના લઈને આવી છે. આ યોજના સંબંધિત 256 જિલ્લાઓ અને 1592 તાલુકાઓના પ્રશાસનના ટેકા સાથે બનાવવામાં આવી છે. તમામ સંબંધિત વિસ્તારોમાં સુરક્ષિત પીવાના પાણીની પ્રાપ્તિ કરાવવા અને તેને બચાવવાનું વચન પણ આ સાથે સરકારે આપ્યું છે. જળ શક્તિ અભિયાન હેઠળ સ્થાનિક સંગઠનો માટે માર્ગદર્શિકા રચનાર પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિને તેમના સન્માનમાં મોદી સરકારે નવી ‘અટલ ભૂજળ યોજના’ શરૂ કરી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકના 78 જિલ્લાઓમાં 8 હજાર 300 ગામને આ યોજના હેઠળ લાભ થશે. જેના માટે રૂ. 6 હજાર કરોડની અંદાજિત રકમ ફાળવવામાં આવી છે. જેનો ઉપયોગ પાંચ વર્ષના સમયમાં ઉક્ત ગામોમાં ભૂગર્ભ જળ સુધારવા માટે થશે. આમાં અડધી રકમ વિશ્વ બેન્ક તરફથી ધિરાણ તરીકે અપાશે, જ્યારે બાકીની રકમ કેન્દ્ર સરકારની સહાય તરીકે આ યોજના હેઠળ રાજ્યોને અપાશે.
જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે, સંબંધિત રાજ્યના હિત અને તૈયારીના આધારે યાદી બનાવવામાં આવી છે ત્યારે પંજાબ રાજ્યનો પ્રતિભાવ એવી ધારણા બનાવી રહ્યો છે કે, માહિતી એકત્રીકરણ પૂર્ણ અને માપદંડ અનુસાર નથી. જેવો કે કેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે પ્રશ્ન પૂછ્યો કે, પઠાણકોટ અને મુક્તસર સિવાય વીસ જિલ્લાઓમાં ભૂગર્ભ જળ ખાલી થઈ ગયું છે. તો પંજાબનો સમાવેશ ‘અટલ ભૂજળ યોજના’માં કેમ કરાયો નથી. આ રીતે જો વધુ વિસ્તારો યોજનામાં ઉમેરવામાં આવશે તો યોજનાનો ખર્ચ તે અનુસાર વધારાશે, નહીં તો તેનો અમલ નહીં થઈ શકે. હકીકતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે કે, દરેક ગામે તેમના કુદરતી અને ભૂગર્ભ જળ સંસાધનની રક્ષા કરવા માટે ઝઝૂમવું જોઈએ, અને સાથે જળ સંસાધનનો ઉપયોગ લઘુત્તમ કરવો જોઈએ અને એવા પાક લેવા જોઈએ જેમાં પાણી ઓછું જોઈતું હોય. તેમની આ વાત વર્તમાન સ્થિતિમાં સમગ્ર દેશને લાગુ પડે છે.
‘ભારતના જળ પુરુષ’ તરીકે ઓળખાતા રાજેન્દ્રસિંહનો અંદાજ છે કે, દેશનાં ભૂગર્ભ જળનાં 72 ટકા સંસાધનો હવે ખાલી થવાં આવ્યાં છે. નાસાએ ચાર વર્ષ પહેલાં આંકલન કર્યું હતું કે, અમેરિકામાં સૌથી મોટા જળાશય મીડ લેકની ક્ષમતા કરતાં બમણું ભૂગર્ભ જળ ભારતે ગુમાવી દીધું છે. નાસાના આ આંકલનથી જાણકાર હોવા છતાં ભૂગર્ભ જળના ભંડારનો બેજવાબદાર બગાડ જરા પણ અટક્યો નથી.
દેશની સ્વતંત્રતાના સમયથી ભારતમાં ભૂગર્ભ જળની પ્રાપ્યતા માથા દીઠ 6 હજાર 42 ઘન મીટર હતી. જે વર્તમાનમાં એક તૃત્તીયાંશ કરતાં ઓછી પ્રાપ્યતા છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સમસ્યાનો સ્રોત અને કટોકટીની હદ જાહેર રહસ્ય છે અને તેમ છતાં કોઈ આ ઉકેલ પર ધ્યાન દેવા માગતું નથી. દેશમાં પ્રદૂષણ નિયંત્રક બોર્ડ અનેક દાયકાઓ પહેલાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાં કોઈ સફળતા નથી મળી. જળને ગુમાવવાનું અટકાવવું તેમજ જળ પાછું મેળવવું એના પર પૂરતું ધ્યાન નથી અપાઈ રહ્યું તેમ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં કહેવાયું છે. તેમ છતાં કુદરતી સંસાધનોના સંરક્ષણમાં કોઈ ભલીવાર થઈ નથી. પરિણામે ભૂગર્ભ જળ પર દબાણ વધુ તીવ્ર બન્યું છે અને 160 જિલ્લાઓમાં ભંડાર ખારા બની ગયા છે અને 230 જિલ્લાઓમાં પાણી ફ્લોરિન યુક્ત બની ગયું છે.
રાજ્ય સ્તરે વિવિધ યોજનાઓ હેઠળ જળ સંરક્ષણના પ્રયાસો ચેતનાપૂર્વક ચાલી રહ્યા છે જેમ કે, ‘મિશન કકટીયા’ (તેલંગાણા), ‘નીરુ-ચેટ્ટુ’ (આંધ્રપ્રદેશ), ‘મુખ્ય મંત્રી જલ સ્વાભિમાન અભિયાન’ (રાજસ્થાન) અને ‘સુજલામ્ સુફલામ્ યોજના’ (ગુજરાત), તેમ છતાં રાષ્ટ્રીય સ્તરે સંકલિત પ્રયાસનો અભાવ મોટી ઉણપ છે. આથી, સમાન ભાગીદારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સંયુક્ત પ્રયાસ જ ભૂગર્ભ જળ ભંડાર બચાવવા માટે રાષ્ટ્ર માટે નવો પથ સાબિત થઈ શકે છે. રાષ્ટ્ર વ્યાપી ગુણવત્તાવાળા પાણીનો ભંડાર અને નાગરિકોને પાણીની પૂર્તિ એ સરળ કાર્ય નથી. સિંચાઈના પાણીની માગણી અને તેની પ્રાપ્યતા વચ્ચેનું અંતર 43 ટકાએ વધવા આશા છે તેવું કેન્દ્રનું વિશ્લેષણ છે. આ જળ જીવન મિશનમાં પણ દેખાઈ આવે છે. તે અનુમાન કરે છે કે, પાંચ વર્ષમાં 14 કરોડ ગ્રામીણ પરિવારોને પાણી પૂરું પાડવાનો ખર્ચ રૂ. 3.60 લાખ કરોડ આવી શકે છે. વર્તમાન સ્થિતિ જોતાં તે કાર્ય પૂરું કરવું અનિશ્ચિત છે, પછી ભલેને કેન્દ્ર અને રાજ્યો ખર્ચ સમાન રીતે વહેંચી લે.
લગભગ સાડા ત્રણ દાયકા પૂર્વે મિહિર શાહ સમિતિએ સૂચવ્યું હતું કે, કેન્દ્રીય જળ સંસ્થા અને કેન્દ્રીય ભૂગર્ભ જળ પ્રણાલીનું પુનર્ગઠન કરવું જોઈએ જેથી સમકાલીન જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. જ્યારે વડા પ્રધાન મોદીએ જ્યાં ભૂગર્ભ જળ નાશ પામી રહ્યું છે તેવા વિસ્તારના ખેડૂતોને સહકાર આપવા અને સહકારી પાકના ઉછેર માટે જળ બજેટ ઘડી કાઢવા અપીલ કરી હતી ત્યારે સાથે એ પણ અગત્યનું છે કે, સરકાર આ અનુરોધનો અમલ થાય તે માટે સંબંધિત ખેડૂતોને માર્ગદર્શન અને ટેક્નિકલ જ્ઞાન આપે અને આ કામ પર નજર રાખે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને યુકેએ ભૂગર્ભ જળના ભંડાર બચાવવા અને તેને ખાલી થતાં અટકાવવા સક્રિય પગલાં શરૂ કર્યાં છે. ચીને સુનિશ્ચિત કર્યું છે કે 1.20 કરોડ કાળજી લેનારાઓને એ જોવાની જવાબદારી પૂર્ણ કરવી પડશે કે દેશનું કોઈ જળાશય દૂષિત ન થાય. કેટલાક દેશો હાઈ વે અને રસ્તાના બાંધકામમાં વિવિધ નવીન પદ્ધતિઓ પર પણ કામ કરી રહ્યા છે, જેમ કે વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને તેનો યોગ્ય સંગ્રહ થાય.
જો એવી રાષ્ટ્રીય કાર્યસંસ્કૃતિ વિકસે જેમાં પાણીના એકએક ટીપાનો મહત્તમ લાભ લેવામાં આવે તો પાકના ઉત્પાદનમાં પણ વધારો થશે. આપણે ત્યાં ઉક્તિ છે ને કે, "ટીપે ટીપે સરોવર ભરાય", આ રીતે જ રાષ્ટ્રની વાર્ષિક પાણીની સમસ્યાનું પણ સમાધાન થશે. પાંચ મહિના પહેલાં કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી કે, નગરપાલિકાઓએ ભૂગર્ભ જળ કાઢવા અને તેને ફરીથી ભરવા પર નજર રાખવી જોઈએ. જો માત્ર આ માર્ગદર્શિકાઓનો પૂરેપૂરો અમલ કરવામાં આવે તો કોઈ શંકા નથી કે ’અટલ ભૂજળ યોજના’ની ભાવના સમગ્ર દેશમાં વ્યાપ્ત થઈ જશે.