ETV Bharat / bharat

હૈદરાબાદમાં મૂશળધાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, ત્રણ લોકોના મોત - હૈદરાબાદમાં પૂરની સ્થિતિ

તેલંગાણામાં ભારે વરસાદને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હૈદરાબાદમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં અનેક જગ્યાઓ પર જળભરાવ થયો હતો.

હૈદરાબાદમાં મૂશળધાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, ત્રણ લોકોના મોત

author img

By

Published : Oct 18, 2020, 2:00 PM IST

  • હૈદરાબાદમાં ભારે વરસાદ
  • મૂશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું
  • અનેક વિસ્તારોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા

હૈદરાબાદઃ તેલંગાણાના હૈદરાબાદમાં મૂશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. વરસાદને કારણે જળભરાવ થયો છે, જેથી પરિચલન પર ખૂબ જ અસર થઇ રહી છે.

ઘૂંટણ સમા પાણી ભરાયાં

ભારે વરસાદને કારણે એલ.બી.નગર, મંસૂરાબાદ, વનસ્થલીપુરમ, નાગોલ, બીએન રેડ્ડી નગર, હયાત નગર, પેદ્દા અંબર પેટ વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. આ ઉપરાંત કોટિ, બેગમ બાજાર, બશીરબાગ, નારાયગુડા અને અન્ય જગ્યાઓ પર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

હૈદરાબાદમાં મૂશળધાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, ત્રણ લોકોના મોત

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વરસાદને કારણે ગોલનાકાના નવા પુલ પર પણ ભારે ચક્કાજામ થયો છે, ત્યાં વાહનોની લાંબી કતાર લાગી છે. તેને જોતા ટ્રાફિક પોલીસે મુસરમ બાગ પુલ યાતાયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. ઉપ્પલમાં પણ વારંગલ નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે, જેથી આવાગમનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

મલ્લાપુર ડિવિઝનમાં વરસાદ થયો છે. જેનાથી બ્રહ્મપુરી કોલોની, ગ્રીન હિલ્સ કૉલોની અને મારીગુડા કોલોનીના રસ્તાઓ પર પાણી ભરાયા છે.

શમશાબાદ અને મલકાજગિરીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો. વરસાદથી ટોલી ચોકી- વૃંદાવન કોલોની, શેખપેટા રોડ પર રસ્તાઓ પર ચક્કાજામ થયો છે.

જૂના વિસ્તારોની વાત કરીએ તો બાબાનગરમાં પણ જળભરાવ થયો છે, બાલાપુર તળાવનું પાણી રસ્તાઓ પર આવ્યું છે.

GHMC એ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિર્દેશક વિશ્વજીતે NDRF ની ટીમોને પણ સતર્ક કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.