નવી દિલ્હી : કોરોના વાઇરસ સામેની લડાઇમાં દેશના લોકો PM-CARESમાં દિલ ખોલીને ફંડ આપી રહ્યા છે, ત્યારે દેશના ઉદ્યોગપતિઓ અને દેશના સરકારી કર્મચારીઓ પણ પોતાનું યોગદાન આપવામાં પાછળ રહ્યા નથી. આ તકે પીએમ મોદી દ્વારા દેશના લોકોને આ લડાઇમાં સહભાગી થવા દેશના લોકોને અપિલ કરી છે. જેમાં હવે રેલવેના કર્મચારીઓ દ્વારા પોતાની એક દિવસની સેલેરી એટલે કે 151 કરોડ રુપિયા PM-CARESમાં જમા કરાવવા આગળ આવ્યા છે. રેલવે સિવાય સીબીએસઇએ પણ કોરોના વાયરસ સામેની લડાઇમાં ફંડ આપ્યું છે, સીબીએસઇ દ્વારા 21,00,000 લાખ રુપિયાની સહાય કરવામાં આવી છે. આ લોકો પોતાની મર્જીથી દાન આપી રહ્યા છે.
મહત્વનું છે કે આ ફંડમાં દેશના આમ લોકોએ વધારે ફંડ આપ્યું છે. જેમાં ફિલ્મી જગતની જો વાત કરવામાં આવે તો અક્ષય કુમારે 25 કરોડ રુપિયા આપ્યા છે, જ્યારે ભુષણ કુમારે 11 કરોડ PM-CARESમાં ફંડ સ્વરુપે આપ્યા છે, જ્યારે BCCIએ 51 કરોડનું ફંડ આપ્યું છે. આ ઉપરાંત ક્રિકેટર સુરેશ રૈનાએ આ ફંડમાં 31 લાખ રુપિયા આપવાનું કહ્યું છે, જ્યારે પંજાબી ગાયક ગુરુ રંધાવાએ 20 લાખ રુપિયા આપ્યા છે.