રાયગઢ(મહારાષ્ટ્ર): જિલ્લાના કાજળપુરા વિસ્તારમાં તારીક ગાર્ડન નામની એક પાંચ માળની ઇમારત સોમવારે સાંજે તૂટી પડી હતી, જેમાં 200 રહેવાસીઓ દટાયા હતાં, મળતી માહિતી મુજબ 26 કલાક બાદ એક 65 વર્ષેની મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલા ઇમારત નીંચે 26 કલાક દટાયેલા હતા. તેમને NDRFએ રેસ્ક્યુ કરી ગવર્મેન્ટ હોસ્પિટલ સારવારમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમનું નામ મેહારૂન્નીસા કાજી હોવાનું જાણવા મળ્યું છે.
તેમની સાથે NDRFના જવાને વાત કરી હતી, જ્યારે તેઓ કાટમાળ નીચે દટાયેલી હતી. તેમને પોતાનું નામ જણાવ્યું હતુ એને તેમને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જો કે હાલ સુધી મળતી માહિતી પ્રમાણે આ દૂર્ધટનામાં 13 લોકોના મોત થયા છે. જ્યારે લોકોને બચાવવાનું કામ હજી ચાલી રહ્યું છે.
- જાણો સમગ્ર ઘટના
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કાજળપુરા મહોલ્લા ખાતે તારીક ગાર્ડન નામે એક પાંચ માળની ઈમારત સોમવારે સાંજે 6.30 વાગ્યે તૂટી પડી હતી, જેમાં 200 રહેવાસીઓ દટાયા હતાં. આ દુર્ઘટના પહેલા લગભગ એક કલાક સુધી ઇમારત હલી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયાં છે. કાટમાળ હેઠળથી ચીસો સંભળાતી હોવાથી અગ્નિશમન દળ, સ્થાનિક પોલીસ, એનડીઆરએફની ટીમો, જિલ્લાધિકારી કાર્યાલયના કર્મચારીઓ અને સ્થાનિકોએ યુદ્ધને ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
મોડી રાત્રે લાઈટ્સ લગાવીને પણ કાટમાળ હટાવવાનું કામ ચાલુ હતું. ઈમારત તૂટી પડવાનો મોટો અવાજ થતાં ઈમારતમાંથી 10થી 15 લોકો બહાર દોડી આવતાં તેઓ બચી ગયા હતા. ઈમારત તૂટી પડવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આ અંગે વડાપ્રધાન કાર્યાલયે અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું અને NDRFને બનતી મદદ કરવા કહ્યું હતું.
ઈમારત તૂટી પડીને સિમેન્ટ, માટી અને ફર્નિચરનો પ્રચંડ ઢગલો થઈ ગયો હતો. અનેક લોકોનો આક્રોશ અને વિહવળતાનો અવાજ કાટમાળ હેઠળથી આવવાથી સ્થાનિકોએ તુરંત મદદકાર્ય શરૂ કર્યું હતું.