આપને જણાવી દઈએ કે, એ કે, એંટનીના માર્ગદર્શનમાં મળેલી વરિષ્ઠ નેતાઓ સાથેની અનૌપચારિક બેઠક બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીને લઈ મહત્ત્વની જાહેરાત કરી હતી. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા જો કે, આ બેઠકમાં રાહુલ ગાંધી હાજર નહોતા.
પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં સુરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષ પદે રાહુલ ગાંધી હતા છે અને આગળ પણ રહેશે. અમને કોઈને આ પદ જરા પણ શંકા નથી. સાથે સાથે તેમણે અન્ય વિકલ્પની વાતનો પણ છેદ ઉડાવી દીધો હતો.
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર જતી રહી છે. મળેલી આ બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાં પર ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં એકે એંટની, અહમદ પટેલ, પી. ચિદબંરમ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, કેસી વેણૂગોપાલ, આનંદ શર્મા તથા સુરજેવાલા ઉપસ્થિત રહ્યા હતાં. આ નેતાઓ લોકોસભા ચૂંટણીની નિર્મિત કોર ગ્રૃપ પણ સામેલ હતાં. અહીં સાથે સાથે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ તથા જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની પણ તૈયારીઓ વિશે ચર્ચાઓ થઈ હતી.