નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો, દેશમાં દરેક ગરીબને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવામાં આવશે. નાગરીકોના ખાતામાં મહિને 12 હજાર અને વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. દેશના આશરે 5 કરોડ પરિવાર અને 25 કરોડ નાગરીકોને યોજનાનો લાભ મળશે. યોજના હેઠળ અંદાજે 3.60 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.
કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢઢેરામાં 2008ની યૂપીએ સરકારની જેમ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ હેલ્થકેરયર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને જમીન અધિકાર, પ્રમાોશનમાં આનામત માટે બંધારણમાં સંશોધન કરવું અને મહિલા અનામત બિલને પાસ કરવું ચૂંટણી ઢઢેરામાં સામેલ કરી શકે છે.
કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢઢેરામાં કૃષિ ક્ષેત્રમાં મોટી સંભાવનાઓનો ફાયદો લેવા માટે કોલ્ડ સ્ટોરેજજ પ્લાનટ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ અને રોજગારી પેદા કરવા માટે કૃષિ આધારીત ઉદ્યોગો સ્થાપવા સામેલ કરી શકે છે.