નવી દિલ્હીઃ રવિશંકર પ્રસાદે કહ્યું કે, જો રાહુલ પાસે કોઈ નવો એક્ઝિટ પ્લાન છે તો, તે જણાવે, વધુમાં કહ્યું કે, રાહુલે તેમની યોજના કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં લાગુ કરવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, હું હંમેશાં કહું છું કે, રાહુલ ગાંધી હોમવર્ક કરી આવતા નથી, પછી પાયાવિહોણા આરોપો લગાવતા હોય છે. અને આ તેમની ટેવ બની ગઈ છે.
કાયદાપ્રધાને કહ્યું કે, ચાઇના સિવાય અને વિશ્વના 15 દેશોને એક કરીએ, જ્યાં કોરોનાનો કહેર વધારે છે, તો ત્યાં કુલ વસ્તી 142 કરોડ થશે, આ દેશોમાં અમેરિકા, સ્પેન, ઈરાન અને ફ્રાંસ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે, ભારતની વસ્તી 137 કરોડ છે.
તેમણે કહ્યું કે, વિશ્વના આ 15 દેશોમાં 26 મે સુધીમાં, ત્રણ લાખ 43 હજાર 562 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ભારતમાં 4,345 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 64,239 લોકો સાજા થયા છે.
ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે, કોરોનાની કોઈ દવા નથી તેના માટે માત્ર દુઆ અને લોકડાઉન જ છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં લોકડાઉન કર્યુ, જેનાથી દેશને ઘણો ફાયદો થયો છે.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોરોનાના કહેરને રોકવા માટે લગાવવામાં આવેલુ લોકડાઉન નિષ્ફળ ગયું છે. અને મોદી સરકારે પ્લાન B કહેવો જોઈએ. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે જણાવવું જોઈએ કે, પરપ્રાંતિય મજૂરો અને નાના ઉદ્યોગકારો માટે કોઈ યોજનાઓ છે?