નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પરપ્રાંતીય મજૂરોને મળવા માટે દિલ્હીના સુખદેખ વિહાર પહોંચ્યા છે. અહીં તેમણે કામદારો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું હતું.
રાહુલ ગાંધી મજૂરોને મળવા માટે આજે દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાયઓવર પર પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી ફૂટપાથ પર બેસી મજૂરો સાથે વાતચીત કરી હતી અને મજૂરોની સમસ્યાઓ જાણી હતી. સમસ્યાઓ જાણ્યા પછી રાહુલ ગાંધીએ શક્ય એટલી મદદ કરવાની ખાતરી આપી હતી.
રાહુલે ભારતીય યુથ કોંગ્રેસ અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિને દિલ્હીમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને સલામત રીતે પરત વતન માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન રાહુલ ગાંધીએ સરકારના ઘણા નિર્ણયો પર સવાલ ઉઠાવ્યાં હતાં અને સ્થળાંતરિત મજૂરોના મુદ્દે મોદી સરકાર ઉપર સતત આકરા પ્રહારો કરી રહ્યાં છે.