ભારે વરસાદ પછી દેશના અનેક રાજ્યોમાં પૂરનો કહેર યથાવત છે. રાજ્યોમાં અવારનવાર વરસાદ અને ભૂસ્ખલન થાય છે. જેયારે મૃત્યુઆંક 150 ને પાર થઇ ગયો છે. આ પૂરને કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ હાલત ગંભીર છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ કાર્ય ચાલું છે. વાયનાડની કૈથાપોયિલ રાહત શિબિરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મેં, તમારા સાંસદ તરીકે, મુખ્યપ્રધાનને ફોન ઉપર શક્ય તેટલી મદદ કરવા વિનંતી કરી છે. ત્યારબાદ સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડમાં પૂર પીડિતોને મળ્યા અને તેમને રાહત સામગ્રી આપી હતી.
સાંસદ રાહુલ ગાંધીએ 11 ઓગસ્ટે મહારાષ્ટ્ર અને કર્ણાટકના પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. રાહુલે રાહત શિબિરોની મુલાકાત લઈને પૂર પીડિતોની પણ મુલાકાત લીધી હતી.