નવી દિલ્હી: ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર સંરક્ષણ બાબતોની સંસદીય સમિતિની બેઠકમાં હાજર ન રહેવાને લઈ આરોપ લગાવવામાં આવ્યો છે.
નડ્ડાએ કહ્યું કે, રાહુલ સૈન્યદળોની બહાદૂરી પર સવાલ કરે છે. તેમણે કહ્યું કે, રાહુલ એ કામ કરે છે. જે એક જવાબદાર વિપક્ષ નેતાને કરવું જોઈએ નહીં.
નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધી ગૌરવશાલી વંશ પરંપરા સાથે જોડાયેલા છે. જ્યાં સમિતિઓ સંરક્ષણ બાબતોમાં વાંધો લેતી નથી, માત્ર કમિશન જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે યોગ્ય સભ્ય છે. જે સંસદીય બાબતોને સમજે છે, પરંતુ રાજવંશ ક્યારેય પણ આવા નેતાઓને વધવા નહીં દે. આ ખરેખર નિરાશાજનક છે.