સરકારના આ ખુલાસો બાદ વિપક્ષે પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પ્રહાર કરતા કહ્યું કે, એનો મતલબ મોદીજીએ ચારી કરી છે. હવે તમામ દસ્તાવેજ લાપતા છે. જો ચોરી નથી થઈ તો દસ્તાવેજ ગુમ કરવાની શું જરૂર છે. એવા વડાપ્રધાન દેશ માટે ખૂબ ખતરનાક છે, જે સેના સંબંધિત દસ્તાવેજ ગુમ કરાવી દે.
ચાંદની ચોકથી આપના ધારાસભ્ય અલકા લાંબાએ કહ્યું કે, ચોકીદાર ચોર છે.... #રાફેલની ફાઈલ ગુમ કરાવી દીધી.
સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું કે, રાફેલ સંબંધિત દસ્તાવેજની ચોરી થઈ ગઈ છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. જેને લઈ સંવેદનશીલતાથી આ કેસની તપાસ કરવામાં આવી શકે છે. અર્ટર્ની જનરલે કહ્યું કે, રક્ષા મંત્રાલયમાંથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ગુમ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, જે દસ્તાવેજની ચોરી થઈ છે, તેના પર આધાર રાખી શકતા નથી. અર્ટાર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, હિન્દુ ન્યુઝ પેપર, અરજી કર્તા ભૂષણ અને અન્ય લોકો ચોરીના દસ્તાવેજ પર ભરોસો કરે છે. જેના માટે તેઓએ અધિકૃત ગોપનીયતા એકટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
પ્રશાંત ભૂષણે કહ્યું કે, સૂચનાના અધિકાર હેઠળ મળેલી જાણકારી પર કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. પ્રશાંત ભૂષણે કહ્યું કે, કોર્ટની સામે સરકારે પૂરી હકીકતો નથી રાખતી. જો તમામ પુરાવા રાખ્યા હોત તો, કોર્ટનો નિર્ણય કાંઈક અલગ હોત. તેમણે કહ્યું કે, જ્યારે ફાઇલિંગ અને તપાસ માટે અરજી દાખલ કરવામાં આવી ત્યારે રાફેલ પર મહત્ત્વપૂર્ણ હકીકતો દબાવવામાં આવી હતી.