ETV Bharat / bharat

કેન્દ્ર સરકારની કોરોના વોરિયર્સ માટેની 50 લાખ રૂપિયાની વીમા પોલિસી પર સવાલો ઉઠ્યા - Corona warriors of india

કોરોના યોદ્ધાઓ માટે સરકારે 50 લાખ રૂપિયાની વીમા પોલિસીની જાહેરાત કરી છે પરંતુ આ પોલીસીનો લાભ યોદ્ધાઓ તથા તેમના પરિવારને કેટલે અંશે મળવાપાત્ર છે તે સંશોધનનો વિષય છે. આ પોલિસી અનેક પ્રકારના નિયમો અને શરતોમાં બંધાયેલી છે જેનો લાભ અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલા 110 કોરોના વોરિયર્સમાંથી ફક્ત 15ને જ મળી શક્યો છે.

કેન્દ્ર સરકારની કોરોના વોરિયર્સ માટેની 50 લાખ રૂ.ની વીમા પોલિસી પર ઉઠ્યા સવાલો

author img

By

Published : Jul 19, 2020, 7:18 PM IST

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના સંક્રમણનું જોખમ માથે લઇને દર્દીઓની સારવાર કરતા કોરોના યોદ્ધાઓ પણ કોરોનાથી મોતને ભેટી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના યોદ્ધાઓ માટે 50 લાખ રૂપિયાની વીમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેનો લાભ કોરોના વોરિયર્સના મૃત્યુ બાદ જ તેમના પરિવારજનોને મળી શકશે.

કેન્દ્ર સરકારની કોરોના વોરિયર્સ માટેની 50 લાખ રૂ.ની વીમા પોલિસી પર ઉઠ્યા સવાલો
કેન્દ્ર સરકારની કોરોના વોરિયર્સ માટેની 50 લાખ રૂ.ની વીમા પોલિસી પર ઉઠ્યા સવાલો

આ સિવાય પણ આ પોલિસીમાં અનેક શરતો છે જેમકે આ પોલીસીનો લાભ કોરોનાથી અસરગ્રસ્ત વિસ્તાર અથવા કોવિડ વોર્ડમાં કામ કરનારા વોરિયર્સને મળશે. આથી નોન કોવિડ વોર્ડમાં કામ કરનારા વોરિયર્સ જો કોરોનાથી સંક્રમિત થાય તો તેઓ આ લાભથી વંચિત રહી જશે.

જો કે બીજી તરફ કોવિડ વોર્ડમાં ડ્યુટી દરમિયાન જો યોદ્ધાઓને કંઈ થાય અથવા તેમનો માર્ગ અકસ્માત થાય તો તેઓ વીમા પોલિસી લાભ મેળવી શકશે.

ઉપરાંત આ સ્કીમ ફક્ત ડૉક્ટરો, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ માટે જ છે. તેમાં પોલીસ, પત્રકારો અથવા અન્ય કોરોના યોદ્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે દેશને કોરોનાથી સુરક્ષિત રાખવામાં આ યોદ્ધાઓની પણ એટલું જ યોગદાન છે જેટલું આરોગ્યક્ષેત્રે જોડાયેલા ડૉક્ટરોનું છે. આથી કહી શકાય કે સરકારને ફ્ક્ત ડૉક્ટરોને બચાવવામાં જ રસ છે.

પોલીસીનો લાભ મેળવવા માટે RT PCR ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવો જોઈએ. જો કોરોનાના લક્ષણો હોય પરંતુ રિપોર્ટ નેગેટિવ આવી હોય તો યોદ્ધાના મૃત્યુ બાદ પરિજનોને પોલીસીનો લાભ મળશે નહિ.

આ સમસ્યાના સમાધાન માટે એક રિવ્યૂ બોર્ડ ના ગઠન માટેની માગ ઉઠી છે જે કોરોનાના લક્ષણો ધરાવતા કોરોના યોદ્ધાના મૃત્યુ બાદ તેની યોગ્ય રિપોર્ટ ઇન્શ્યોરંસ કંપનીને સોંપે જેથી તેમના પરિજનોને પોલીસીનો લાભ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.